સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026’ની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના અંતિમ દિવસે કલ્યાણપુર તાલુકાના ગાગા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે સુઇનેશ, બામણાસા, બામણાસા વાડી, ગાગા અને ગાગા વાડી શાળાઓના બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તેમણે ડ્રોપ આઉટ થયેલા બાળકોનું નામાંકન અને પુન:પ્રવેશ પણ કરાવ્યો.

બાળકોના પ્રવેશ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, શાળાકીય સુવિધાઓ અને વાલીઓની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપ્તિએ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

