Gujarat

ભારતીય રાજનીતિના યુગપુરુષ અને પ્રજાસત્તાક ભારતના ઓજસ્વી નેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦ મી જન્મજયંતિએ અટલજીને પુષ્પાંજલિ અને સાવરકુંડલા ભાજપમાં નવ નિયુક્ત પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સુશાસન દિવસ નિમિત્તે સત્વ અટલ ધારા કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને   પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે સાવરકુંડલા શહેર ભાજપના નવા મંડળ પ્રમુખ તરીકે અનિરૂદ્ધસિંહ રાઠોડ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે  હિતેશભાઈ ખાત્રાણીનુંભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ તકે નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રીવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા ,જિલ્લા ઉપપ્રમુખ શરદભાઈ પંડયા,  પૂર્વ તાલુકા ભાજપ  પ્રમુખ  જીવનભાઈ વેકરીયા ,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, એ.પી.એમ.સી. ચેરમેન દિપકભાઈ માલાણી નગરપાલિકા હોદેદારો, શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ કાર્યકર્તાઓ  ઉપસ્થિત રહ્યા
બિપીન પાંધી સાવરકુંડલા