ન્યુદિલ્હી
સેનાને ઉગ્રવાદીઓ મામલે જાણકારી મળી હતી. ત્યારબાદ ૨૧ કમાન્ડરોએ શંકાસ્પદ વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન ત્યાં એક વાહન પસાર થયું હતું. સેનાએ તે વાહનને રોકાવા માટે કહ્યું, પરંતુ તે લોકોએ વાહન રોકવાને બદલે ભાગવાના પ્રયાસ કર્યા હતા. સેનાને લાગ્યું કે વાહનમાં ઉગ્રવાદીઓ છે અને જવાનોએ ફાયરિંગ શરૂ કર્યું. આ ફાયરિંગમાં વાહનમાં બેઠેલા ૮ લોકોમથી ૬ લોકોના મોત થયા હતા. સેનાને તરત જ ખબર પડી કે આ દુર્ઘટના નાગરિકોને ઓળખવામાં ભુલને કારણે થઇ છે. આ ઘટના બાદ બે ઘાયલ લોકોને જવાનો પોતે નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં આ સમાચાર ફેલાઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલી ભીડે સેનાના ૨ વાહનોને પણ આગ ચાંપી હતી અને સેના પર હુમલો પણ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો.કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં સ્વીકાર્યું હતું કે નાગાલેન્ડ હિંસામાં સેનાનું ફાયરિંગ એક ભુલ હતી. લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે નાગાલેન્ડ હિંસા મુદ્દે નિવેદન આપ્યું હતું. શાહે સંસદમાં આ મામલે જવાબ આપતા કહ્યું હતું કે સેનાએ નાગરિકોને ઓળખવામાં ભુલ કરી છે. શાહે કહ્યું કે આ મામલે જીૈં્ની રચના કરવામાં આવી છે, જેને એક જ મહીનામાં તપાસ પૂર્ણ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આ માટે ઉચ્ચકક્ષાએ તપાસ કરવામાં આવી રહી છે. જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. શાહે વધુમાં કહ્યું હતું કે મેં નાગાલેન્ડના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે પણ આ મામલે વાત કરી છે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે બધી એજન્સીઓએ સુનિશ્ચિત કરવું જાેઈએ કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. તે વિસ્તારમાં શાંતિ માટેના તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં લેતા અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. શાહે વધુમાં કહ્યું કે સરકાર મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. નાગાલેન્ડ હિંસા મુદ્દે શાહે વધુમાં જણાવ્યુ હતું કે ભીડને દૂર કરવા માટે જવાનોએ ફાયરિંગ કરવું પડ્યું હતું. સ્થાનિક તંત્રએ અને પોલીસે સ્થિતિને થાળે પાડવા માટેના પ્રયાસ કરાય હતા. ડ્ઢય્ઁ અને કમિશ્નરે તે વિસ્તારની મુલાકાત લીધી છે. રાજ્યસભામાં નાગાલેન્ડ હિંસા મુદ્દે ગૃહમંત્રીના જવાબ આપવાની માગ સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી ૧૨ વાગ્યાસુધી સ્થગિત કરવામાં આવી હતી. આ તરફ નાગાલેન્ડ મુદ્દે ઁસ્ મોદીની અધ્યક્ષતામાં પણ બેઠક મળી હતી. ગૃહ મંત્રી અમિત શાહ સહિતના સીનિયર નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.


