૪૦૦-૫૦૦ કિલોમીટરની મંજિલ કાપીને માત્ર મતદાન કરવા માટે પોતે પોતાના માદરે વતન ગારિયાધાર ખાતે પધાર્યા.
લોકતંત્રના આ મહામૂલા અવસરે દરેકે મતદાન કરીને લોકતંત્રને વધુ મજબૂત કરવું જોઈએ.
મૂળ ગારિયાધારના વતની હાલ વડોદરા સ્થાયી થયેલ અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના પ્રદેશ મહાસચિવ નિલેશભાઈ કનાડીયાએ જણાવ્યું હતું કે લોકશાહીને જીવંત રાખવા માટે દરેકે દરેક મતદાતાઓએ મતદાન અચૂક કરવું જોઈએ. મત આપવો એ આપડો બંધારણીય અધિકાર છે.એમ તેમણે જણાવ્યું હતું મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. અને લોકશાહીનું એક મહત્ત્વનું પર્વ હોઈ આપણે એનું મહત્વ સમજી લોકોએ વધુ ને વધુ પ્રમાણમાં મતદાન કરવું જોઈએ.
અને તો જ ભારતીય લોકતંત્રમાં વધુ સબળ કાયદાઓ પણ ઘડાય શકે. પોતે હાલ વડોદરા રહેતાં હોવા છતાં પોતાના વતન ગારિયાધાર ખાતે આવીને પોતાના મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરતાં જોવા મળેલ. આમ ૪૦૦ – ૫૦૦ કિલોમીટરની મંજિલ કાપીને પોતાના માદરે વતન ગારિયાધાર ખાતે માત્ર મતદાન કરવા માટે પધારેલ. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આપણે આપણાં વ્યવહારિક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ તેવી જ રીતે આ લોકતંત્રનું મહામૂલું પર્વ સમજીને આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ.
બિપીન પાંધી સાવરકુંડલા

