થર્ટી ફસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બુટલેગરો પણ ભા૨ે સક્રિય બન્યા હોય અને દારૂનો મોટો જથ્થો મગાવવામાં આવી રહ્યો હોય સાથે સાથે પોલીસે પણ દારૂની બદીને ડામીદેવા કમ૨ ક્સી ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલ રાત્રીના થર્ટી ફસ્ટ નિમીતે બુટલેગરોએ મગાવવામાં આવેલ દારૂનો મોટો જથ્થો રૂરલ એલસીબીની ટીમે જેતપુર નજીકથી ઝડપી પાડી રૂ.૧૧.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી છે
આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ થર્ટી ફસ્ટના તહેવારો નજીક હોય અને શહેર અને ગ્રામ્યમાં બુટલેગરો સક્રિય બન્યા હોય જેથી દારૂની બદીને ડામી દેવા રૂરલ એલસીબી પીઆઈ એ.આર. ગોહિલની સુચનાથી પીએસઆઈ એસ.જે. રાણા , એએસઆઈ મહેશભાઈ સહીતનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે વીરપુર પાસે હાઈવે પર આવેલ અમરદિપ હોટલ પાસેથી ટ્રક નં.આ૨ જે -૦૨ જીબી ૧૪૪૩ નંબરનો ટ્રક શંકાસ્પદ રીતે પસા૨ થતા પોલીસે ટ્રકને અટકાવી ચાલક શોકીન ઈલીયાઝ ( ૨હે. ગામ કાંગ૨કા , હરીયાણા ) ને દબોચી લઈ ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ ૧૬૨૦ કિં.રૂા .૫.૭૬ લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ટ્રક સહિત કુલ રૂ.૧૧.૮૯.૬૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે .
“આ કામગીરી રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સ. શ્રી એ. આર. ગોહિલ તથા પો. સબ ઇન્સ. શ્રી એસ. જે. રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા તથા પો. કોન્સ. રહીમભાઇ દલ તથા પો. કોન્સ. દીવ્યેશભાઇ સુવા પો. કોન્સ. કૌશીકભાઇ જોષી, પો. કોન્સ. પ્રણયભાઇ સાવરીયા પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા એ કરી હતી.
હરેશ ભાલીયા જેતપુર


