Gujarat

રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં “વોર્ડ ઓફિસ” ના નવનિર્મિત બિલ્ડીંગ નું લોકાર્પણ.

રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં “વોર્ડ ઓફિસ” ના નવનિર્મિત બિલ્ડીંગ નું લોકાર્પણ.

રાજકોટ શહેર તા.૧૭/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૫માં રૂ.૬૮.૬૧ લાખના ખર્ચે ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ પાસે રાજકોટ ખાતે વોર્ડ ઓફિસના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલે તા.૧૮/૨ મંગળવારના રોજ સવારે ૧૧:૧૫ કલાકે વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ્દ હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોર્ડનં.૧૫ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી તથા અન્ય કોર્પોરેટરો, સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ શહેરીજનોને આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250217-WA0123.jpg