વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPIA) એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. SBD સેવાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે.
સીમલેસ ટેકનોલોજી સાથેની સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા મારફત દર 20 બેગે એકના ચેક ઇન થવાના કારણે પ્રવાસીઓના એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર ઉભા રહેવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

SBD મશીનોની સંખ્યા 7 મહિનામાં બેથી બમણી થઈ આ અત્યાધુનિક SBD સુવિધા મુસાફરો માટે સમય બચાવતી ટેકનોલોજી ઇન્ટરફેસ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કારણ કે તે પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોની ચેક ઈન પ્રક્રિયા કરી શકે છે. SBD મશીનોની સંખ્યા તેની શરૂઆતથી 7 મહિનામાં બેથી બમણી થઈને ચાર થઈ ગઈ છે, જેમાં વધુ એરલાઇન્સ સેવામાં જોડાવાનું વિચારી રહી છે.

ડોમેસ્ટિક ટર્મિનલ T-1ના કાઉન્ટર નંબર 11 અને 12 અને 39 અને 40 પર ડિપાર્ચર ચેક-ઇન હોલમાં સ્થિત આ સુવિધા હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મુસાફરો માટે ઉપલબ્ધ છે. ઓછો રાહ જોવાનો સમય અને સરળ અનુભવ આપીને આ એક પસંદગીની ચેક-ઇન પ્રક્રિયા બની ગઈ છે.

