Gujarat

જેતપુરમાં ગરમ માહોલ સાથે 52.54 ટકા મતદાન નોંધાયું, નીરસ મતદાન

જેતપુરમાં ઇવીએમ ખોટકાતા ભાજપ ઉમેદવાર અને અધિકારી વચ્ચે બબાલ
જેતપુર  ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ,
પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન
જેતપુર તાલુકા પંચાયતની એક સીટ પર પણ યોજાયુ મતદાન
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતની એક બેઠક પર સવારથી જ મતદાન શરૂ થયું હતું ત્યારે જેતપુર શહેરમાં આખો દિવસ ગરમ માહોલ રહ્યો હતો. સાંજ પડતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જેતપુર નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ થતાં સાથે જ વોર્ડ નંબર 8ના બૂથમાં ઇવીએમમાં ખામી સર્જાઈ હતી. સવારના સમયે મતદાન શરૂ થયા બાદ ખામી સર્જાતા થોડો સમય માટે મતદાન મથક બહાર મતદારોની લાંબી લાઈનો લાગી હતી, જો કે તાત્કાલિક હાલ મતદાન પ્રક્રિયા આગળ શરૂ કરી દેવામાં આવી હતી.
ત્યાર બાદ આજ વોર્ડ નં 8 માં ચભાડીયા સ્કૂલ ખાતે વોટિંગ દરમિયાન મતદાન બુથમાં ગોલમાલ થયાનો ગંભીર આરોપ અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલિવર પોલિંગ એજન્ટ દ્વારા કરવાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષનાં ઉમેદવાર હાર ભાળી જવાની દહેશતથી મતદારોને કહીને ગોલમાલ કરતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતા આ અંગે તેમણે પોલીસ અને જવાબદાર તંત્રને રજૂઆત પણ કરી  અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે એ મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે થાય તેવી માંગ કરી છે. જો કે, મતદાન મથક પર મામલો બિચકે એ પહેલા જ પોલીસે લોકોનાં ટોળા વિખેર્યા છે. જો કે, પોલીસે મતદારોને પણ ધક્કા મારીને બહાર કાઢ્યા હોવાનો આરોપ પણ થયો હતો.
બીજી તરફ જયેશ રાદડિયાના  અંગત અને જેતપુર વોર્ડ નં 10 માં નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ મતદાન કર્યું હતું. દરમિયાન, તેમણે ભાજપમાં ચાલી રહેલ વિવાદ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ ઘરની વાત, આગળ પછી કાર્યવાહી કરીશું. પ્રશાંત કોરાટ સાથે હજું સુધી કોઈ સમાધાન કર્યું નથી. આ સાથે તેમણે જેતપુર નગરપાલિકામાં ભાજપ શાસન કરશે તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જેતપુર નવાગઢ નગરપાલિકાની આજે રવિવારે યોજાયેલી પચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. બપોર સુધીમાં માત્ર 25% જેટલું જ મતદાન નોંધાયું હતું.
જયારે વોર્ડ નંબર 2 માં નવજીવન સ્કૂલે લગ્નના હરખ વચ્ચે જોન્સીબેન રાદડિયાએ લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ દુલ્હન કે જેમની જાન માંડવે આવી ચૂકી હતી અને લગ્નના ફેરા ફરવાની દસ જ મિનિટની વાર હતી, તે પહેલા જ તેમને મતદાન કરવાની નૈતિક ફરજ સમજી અને મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.
આજ વોર્ડમાં રહેતા યુવકે અશ્વપર ઘોડે સવારી કરીને મતદાન કરવા પહોંચ્યો હતો
યુવક અનોખી રીતે મતદાન કરવા પહોંચી આવ્યો હતો. જેતપુરના વોર્ડ નંબર 2માં રહેતા યુવક અનોખી રીતે મતદાન કર્યું હતું. વોર્ડ નંબર 2ના મતદાર ધાર્મિક કમાણી અશ્વ લઈને મતદાન મથકે પહોંચ્યો હતો. અનોખી રીતે યુવક અશ્વ લઈને પહોંચતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવક અશ્વ પ્રેમી હોઈ અને પરંપરાગત રીતે અશ્વને શણગારીને મતદાન કર્યું હતું
જેતપુરની તાલુકા પંચાયતની પીઠડીયા એક સીટ પર પણ શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું .
જેતપુર નવાગઢ નગરપાલિકા અને તાલુકા પંચાયતનીઆ બેઠકો પરના તમામ ઉમેદવારોનું ભાવી ઇવીએમ માં સીલ થયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 52.54 ટકા મતદાન થયું છે. હવે આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.