Gujarat

ધ્રાંગધ્રા વિવાદિત બિલ્ડીંગ મામલામાં પાલિકા એ આખરી તકની નોટિસ ફટકારી.  (બિલ્ડીંગ યુજ પરમિશન નથી, બાંધકામ પૂર્ણ નથી તો બિલ્ડીંગ ચાલું કેમ? )

ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર નાં વિવાદિત બિલ્ડીંગ મામલે અરજદાર ની ધ્યાન દોરવણી બાદ પાલિકાએ વારંવાર નોટિસ ફટકારી હતી જેમાં બિલ્ડર દ્વારા નોટિસો ની અવગણના બાદ પાલિકા તંત્ર લાલઘૂમ બન્યું હતું અને આ અનઅધિકૃત લાગતી બિલ્ડીંગ ને આખરી તક શબ્દો સાથે ની કડક નોટિસ ફટકારી હતી.
જાણવા મળતી માહિતી મુજબ બિલ્ડીંગ ને જી+4 બાંધકામ ની મંજૂરી આપવામાં આવેલ હતી જેમાં જી+3 સુધીની કામગીરી બાદ પાલિકાએ બિલ્ડીંગ યુજ પરમિશન ની નોટિસ આપેલ હતી પણ બિલ્ડર દ્વારા હાલ કામ અધૂરું છે અને ચોથા માળનું કામ ચાલું હોઈ બી.યું પરમિશન માટે સમય આપવા વિનંતી કરેલ હતી જેમાં પાલિકા એ એક વર્ષ ની મુદત આપેલ હતી જેનો સમયગાળો પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં ય તેમજ સરકાર ની સ્વીકૃત સંસ્થા એવી પાલિકા ની અવગણના થતાં બિલ્ડીંગ ને અંતિમ તક ની નોટિસ ફટકારાઇ છે. બિલ્ડીંગ બાબતે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતાં પાલિકા નાં એ વખત નાં ચીફ ઓફિસર રાજુભાઈ શેખ દ્વારા બિલ્ડીંગ ને નોટિસ ફટકારાઇ હતી  જેમાં છેલ્લે ટાઉનપ્લાનિંગ કમિટી પાસે મામલો સોંપાયો હતો. ટીપી કમિટી ની સમય મર્યાદા પૂર્ણ થતાં ગત જનરલ બોર્ડની મિટિંગમાં નવા આવેલા ચીફ ઓફિસર ની હાજરી માં વોર્ડ 8 નાં સુધરાઈ સભ્ય અને ભૂતપૂર્વ ટીપી કમિટીના ચેરમેન અજીતસિંહ ઝાલા દ્વારા નોડલ ઓફિસર બ્રહ્મભટ્ટ ને આ બાબતે તટસ્થ કાર્યવાહી કરવાની સાથે નોડલ ઓફિસર ની ભૂમિકા બાબતે ઝાટકણી કાઢી હતી જેમાં ચીફ ઓફિસર પટેલે મામલા ને ગંભીર ગણીને આખરી નોટિસ ફટકારવા હુકમ કર્યોં હતો. જો કે હળવદ રોડ પર એવી પણ ચર્ચા છે કે બી.યું પરમિશન ન હોવા છતાં ય મોટાભાગ ની દુકાનો નાં દસ્તાવેજ થઈ ગયેલ છે અને અધૂરા, અનઅધિકૃત કામ છતાંય બિલ્ડીંગ ધમધમી રહી છે. નામદાર હાઇકોર્ટ નાં ફાયર સેફટી અને બી.યું પરમિશન બાબતે કડક નિર્ણય બાદ ધ્રાંગધ્રા શહેરમાં પણ ઘણી બિલ્ડીંગો ને નોટિસ આપવા સાથે 5 જેટલી સરકારી બિલ્ડીંગો ને સીલ કરવાની ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ હળવદ રોડ ઉપર ની આ બિલ્ડીંગ ફાયર સેફટી, બી.યું પરમિશન નથી એની સાથે પ્લાન નકશા થી વિપરીત મનમાની પૂર્વક નાં બાંધકામ વાળી છે અને માત્ર પોતાના અંગત આર્થિક સ્વાર્થ ને વિચારીને નિયમો નાં ભંગ સાથે નકશા સાથે ચેડાં કરીને નિર્માણ કરવામાં આવ્યું છે જેની પાલિકા દ્વારા અંતિમ નોટિસ માં ગંભીર નોંધ લેવી અને આ પ્રકાર નું નિર્માણ ગેરકાયેદસર ગણી ને તોડવા પાત્ર છે એમ સ્પષ્ટ તાકીદ સાથે જણાવતા મામલો ગરમાયો છે અને આવનારા દિવસોમાં પાલિકા ની કડક કાર્યવાહી ધ્રાંગધ્રા નગર માં દાખલો બેસાડી શકશે કે નહિ એ તરફ લોકચર્ચા હાલ ઉગ્ર બની રહી છે.
Attachments area

IMG-20211208-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *