Gujarat

થાનગઢમાં ઓવરબ્રીજના ધીમી ગતિના કામથી ટ્રાફિકની સમસ્યા

સુરેન્દ્રનગર
થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ ચાલુ છે, પરંતુ અઢી વર્ષ જેટલો સમય વિતવા છતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે. જેમાં આ ફાટકેથી દરરોજ ૨૪ કલાકમાં ૫૦થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.જ્યારે તેના કારણે લોકોના સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.જ્યારે તેનાથી થતા અવાજ અને વાયુ પ્રદુષણથી વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે. આ અંગે થાન કોંગ્રેસ મહામંત્રી મંગળુભાઇ ભગત, બાબુભાઇ પારઘી સહીતનાઓએ જણાવ્યુ કે, આ ફાટક પર ૮થી ૧૦ ગામોને જાેડતો રોડ છે.જ્યારે અહીંથી હળવદ, ધ્રાંગધ્રા, સરા આવવા જવા લોકો ઉપયોગમાં લેતા હોવાથી ટ્રાફીક રહે છે.જ્યારે આસપાસમાં ૧૦થી વધુ સોસાયટીઓ અને ૧૦૦થી વધુ સિરામીક કારખાનાના વાહનોની પણ અવર જવર રહે છે.આથી ઓવરબ્રીજનું કામ વહેલી તકે પુરૂ કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા અહીં ટ્રાફિક પોઇન્ટ મુકવા માંગ ઉઠી છે.થાનગઢમાં ફાટક રોડે ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ફાટક ૨૪ કલાકમાં ૫૦થી વધુ વખત બંધ રહેતુ હોવાથી વાહન ચાલકોના સમય અને ઇંધણનો બગાડ થાય છે. જ્યારે આસપાસની સોસાયટીના રહીશો વાયુ પ્રદુષણ અને ધ્વની પ્રદુષણથી ત્રાહીમામ પોકરી ઉઠ્‌યા છે. જ્યારે આ વિસ્તારમાં ટ્રાફિક નિવારવા ટ્રાફિક પોઇન્ટ મુકવા લોક માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *