ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચાર ચર્ચામાં છે, એટલું જ નહીં દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે આવા એહવાલો પણ સામે આવ્યા હતા. હવે આ મામલે એક્ટર અને તેના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. ગોવિંદાએ કહ્યું, હાલ બિઝનેસની વાતો ચાલી રહી છે.
હું મારી આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છું. અગાઉ તેણે કહ્યું હતું કે ગોવિંદા અને હું અલગ રહીએ છીએ. આ બધા નિવેદનોમાંથી, અફવાઓ ઉભી થાય છે. હાલ એક્ટર પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. આ કારણે, કલાકારો તેમની ઓફિસમાં આવતા રહે છે. અમે બાકીના મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બાકી, છૂટાછેડા સુધી વાત નથી પહોંચી તે માત્ર અફવા જ છે.
વકીલે કહ્યું- 6 મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી પણ….. આ મામલે એક્ટરના વકીલ સાથે પણ વાત કરવામાં આવી. ગોવિંદાના વકીલ અને ફેમિલી ફ્રેન્ડ લલિત બિંદલે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું કે- સુનિતાએ 6 મહિના પહેલા કેટલીક ગેરસમજને કારણે છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ હવે આ દંપતીએ પોતાના મતભેદો ઉકેલી લીધા છે.
બંને સાથે ખુશ છે. તેણે કહ્યું કે અમે નવા વર્ષમાં નેપાળની મુલાકાત લીધી હતી. હવે તેમની વચ્ચે બધું બરાબર છે. આવી વાતો કપલ વચ્ચે બનતી રહે છે. તેમનો સંબંધ મજબૂત છે. તેઓ હંમેશા સાથે રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 61 વર્ષીય ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. આ કારણે, સુનિતા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા માગે છે. જોકે, એક્ટરની પત્ની સુનિતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
બીજી તરફ, ગોવિંદાના ભાણેજ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે મંગળવારે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે- આ શક્ય જ નથી. મને લાગે છે કે એ બંને મળીને બધું સંભાળી લેશે. તેઓ છૂટાછેડા નહીં લે. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું. શક્ય છે કે મામા કે મામીએ કોઈ નિવેદન આપ્યું હોય જે હવે સામે આવી રહ્યું હોય.

