રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે અમદાવાદ તરફથી રાજકોટ આવતાં રોડ ઉપર ખોડીયાર.ટી.સ્ટોલ ની સામે રોડ ઉપરથી ઓટો રીક્ષામાંથી બીનવારસી ઇંગ્લીશ દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ઇકો ગ્રીન કલરની કાળા વુડ વાળી ઓટો રિક્ષા રજી.નં.GJ-07-VV-5015 નો ચાલક, ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪ કિ.રૂા.૧૭,૭૩૬. ઇકો ગ્રીન કલરની કાળા વુડ વાળી ઓટો રિક્ષા રજી.નં.GJ-07-VV-5015 ની હોય જેની રીક્ષાની કિંમત રૂા.૫૦,૦૦૦ મળી કૂલ મુદામાલ કિ.રૂા.૬૭,૭૩૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.