Gujarat

રાજકોટ ગોંડલ રોડ પરથી બોલેરો પીકઅપમાં દેશી દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ગોંડલ રોડ પરથી બોલેરો પીકઅપમાં દેશી દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ગીતાનગર-૧ રાધે લેમીનેટ સામે ગોંડલ રોડ ખાતેથી બોલેરો પીકઅપ વાહનમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. સુરેશ ઉર્ફે લાલો સાર્દુળભાઇ વીકમા ઉ.૨૫ રહે.ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, બામણબોર પોલીસ સ્ટેશન EPKO કલમ-૧૪૩,૧૪૭,૩૨૫,૩૨૬, દેશીદારૂ લીટર-૧૧૦૦ કિ.રૂા.૨,૨૦,૦૦૦, મહિન્દ્ર કંપીનીની બોલેરો પીકઅપ વાહન નં.GJ-13-AX-4477 કિ.રૂા.૫,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ ૭,૨૦,૦૦૦ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250303-WA0028.jpg