ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,
એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ફોર વ્હિલર ગાડી જેના આગળ પાછળ અને સાઇડના કાચ તુટેલા છે જેનો આર.ટી.ઓ રજી.નં GJ-22-H-7254માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંત્રોલી ગામ તરફથી નિકળી ચંદુવાંટ ગામ થઇ આગળ તરફ જનાર છેજે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે .. વનાર ગામની સીમમાં ખાણ વિસ્તારમાં ચંદુવાંટ-કાનાવાંટ ગામે જતા ત્રણ રસ્તા ઉપર રોડની બન્ને સાઇડે થોડા-થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાય ગયેલ થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબના વર્ણન વાળી બોલેરો ફોર વ્હિલર ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધેલ.
જેથી પક્ડાયેલ બોલેરો ફોર વ્હીલ ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ બહાર કાઢી નીચે ઉતારી ગણી જોતાં માઉન્ટ્સ, ગોઆ, મેક ડોવેલ્સની કુલ પેટી નંગ કુલ પેટી નંગ-૫૦ કુલ બોટલ નંગ-૧૪૨૪ ની કુલ કિં.રૂ.૨,૯૫,૪૪૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પકડાયેલ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો ફોર વ્હિલર રજી. નંબર GJ-22-H-7254 જેની કિ.રૂ.૮,૦૦,૦૦૦/-તથા બન્ને ઇસમોની. ગોવિંદભાઇ ટોબરાભાઇ ટોકરીયા અને સુનિલભાઇ ગોસલાભાઇ ટોકરીયાના અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨ની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૦૫,૪૪૦/–નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર