Gujarat

અમરેલી જિલ્લાના બાગાયત પાક પર આધારિત ખેડૂતોને બાગાયત પાક નિષ્ફળ જતાં વળતર પેટે સરકાર દ્વારા સહાય ચૂકવવા ધારી બગસરા ધારાસભ્ય જે. વી. કાકડીયા દ્વારા મા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી

અમરેલી જિલ્લા બાગાયત પાક નિષ્ફળ જતાં અમરેલી જિલ્લાના બાગાયત પાક પર આધારિત ખેડૂતોને બાગાયત પાકના વળતર પેટે સરકાર દ્વારા સહાય ચૂકવવા ધારી બગસરા ધારાસભ્ય જે. વી. કાકડીયાએ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા રજૂઆત કરી. આમ તો હાલ વાતાવરણ વિષમ છે અને આ બદલાતા વાતાવરણથી બાગાયત  કેરીના પાક ૯૦ ટકા નિષ્ફળ ગયેલ છે આ સાથે બાગાયત પાક લેતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ખાસ તો આંબા પર આવતી કેરીના મોર મોટેભાગે બળી જતાં બાગાયત ખેતી પર નિર્ભર ખેડૂતોને આજીવિકા માટે પણ જીવન મરણનો સવાલ થતાં અમરેલી સમેત સૌરાષ્ટ્રના બાગાયત આધારિત ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જતાં પાક લગભગ બળી જતાં ગુજરાત સરકાર દ્વારા આવા ખેડૂતોને પાક નિષ્ફળ જવાના વળતર પેટે સરકારી સહાય ચૂકવવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય જે. વી કાકડીયાએ એક લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી છે.
બિપીન પાંધી સાવરકુંડલા