Gujarat

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના ૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

વડોદરા
વડોદરામાં ૫૯ એક્ટિવ દર્દીઓ છે વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા હતા. ગત ૩૦મી જૂને ૧૩ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ૧૬૫ દિવસ પછી આ સૌથી વધુ કોરોના ૧૨ કેસ એક જ દિવસમાં આવ્યાં છે. હાલમાં વડોદરામાં ૫૯ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૩ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. હાલમાં શહેરમાં ક્વોરન્ટીન વ્યક્તિઓની સંખ્યા ૨૨૧ છે. શહેરના પૂર્વ ઝોનમાં એક પણ કેસ આવ્યો ન હતો. ગુરુવારે મ્યુકોરમાઇકોસિસના નવો એક પણ કેસ આવ્યો નથી. હાલમાં એસએસજી હોસ્પિટલમાં ૬ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યાં છે. ેંદ્ભથી આવેલા દંપતિના જીનોમ સિકવન્સ રિપોર્ટ આજે આવવાની શક્યતા સોમવારે વડોદરામાં યુકેથી પરત આવેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તેઓના જીનોમ સિક્વન્સને પૂણેની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આજે આવવાની શક્યતા સેવાઇ આવી રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૭૧,૬૯૩ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૪ દિવસમાં ૨૦૦ પ્રવાસી હાઇરિસ્ક દેશમાંથી વડોદરા આવ્યા છે. તમામને સાત દિવસ ક્વોરન્ટીન કરાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨૩૮૫ પર પહોંચી ગઇ છે. ગુરુવારે શહેરના દિવાળીપુરા, માંજલપુર, તાંદળજા, દંતેશ્વર, જેતલપુર અને સાંકરદા વિસ્તારમાં આ કેસ આવ્યાં છે. આ માટે ૫,૯૦૩ નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *