Gujarat

રાજકોટમાં વિવિધ જગ્યાએ ૩૮ ટીમના દરોડા

રાજકોટ
રાજકોટ ઁય્ફઝ્રન્ ની ૧૧ ટીમ દ્વારા મોરબી રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, ભાવનગર રોડ અને કુવાડવા રોડ પર ચેકીંગ હાથ ધરી ૯૯ કનેક્શન માંથી રૂ.૯.૩૦ લાખની વીજચોરી ઝડપી પાડી છે. આ સાથે વીજ તંત્રે છેલ્લા ૪ દિવસના દરોડા દરમિયાન ૧ કરોડ થી વધુ રકમની વીજચોરી ઝડપી પાડી છે. આજે આ આંકડો સવા કરોડને પાર થઇ જશે.આજે સતત પાંચમા દિવસે રાજકોટમાં વીજ ચોરી ઝડપી લેવા ઁય્ફઝ્રન્ ની ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે ૮ વાગ્યાથી રાજકોટ સીટી સર્કલ ૩ ના વેલનાથ જડેશ્વર, શિવધારા સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, મયુરપાર્ક, પરાશર પાર્ક, શેઠનગર સહિત વિસ્તારોમાં તવાઈ ઉતારવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે ખુદ મેનેજીંગ ડાયરેક્ટર બરનવાલ ત્રાટક્યા હતા. ગઈકાલે આજી-૧, આજી-૨, આજી ઇન્ડસ્ટ્રીયલ, મીલપરા સહિત કુલ ૫ સબ ડિવીઝનના ૩૦થી વધુ વિસ્તારોમાં ૪૪ ટીમોએ દરોડા કર્યા બાદ સતત પાંચમા દિવસે આજે સવારે ૮ વાગ્યા થી રાજકોટ સીટી સર્કલ-૩માં ૩૮ ટીમ દ્વારા એસઆરપીના ૭ જવાનો તથા ૩ વિડીયોગ્રાફરોની ટીમો સાથે ચેકીંગ શરૂ કરાયું છે. અને આજનો આંકડો પણ મોટો રહેવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *