સુરત
સુરતના સચિન કનસાડ વિસ્તારની ચાર દીકરીઓની માતા કમુ ઘર કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી. એક મહિનાથી લગ્ન પ્રસંગના રસોડામાં રસોઈ બનાવવા માટેનું કામ મળતા ત્રણ દિવસથી સુરત ગઈ હતી. આજે સવારે જ ઘરે આવી હતી. વધુ પડતા ગુસ્સામાં હાથ-પગ ગુમાવ્યા હવે ભગવાન કમુને બચાવી લે એવી જ પ્રાર્થના કરીશ. જશોદા એ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે ૮ઃ૩૪ વાગ્યાનો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ એક મહિલા રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી. એક હાથ અને બે પગ કપાઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા અને તેના અંગોને એમ્બ્યુલન્સમાં લઈ સિવિલ આવ્યા હતા. પરિવારને જાણ કરતા એ પણ આવી ગયું હતું. મહિલા દારૂ પીધેલી હાલતમાં હોય એમ લાગતું હતું. ડો. તેજશ ચૌહાણ (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે, મહિલાની હાલત ગંભીર કહી શકાય. દારૂ પીધેલી હાલતમાં આપઘાત કરવા નીકળી હોવાનું કહી રહી છે. પરિવાર ખૂબ જ રડી રહ્યો છે. જમાઈ અને પતિ કહે છે સાહેબ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગઈ હતી. ઝઘડાનું કોઈ કારણ જ નથી સમજાતું. હાલ મહિલાને ઓપરેશનમાં લેવાશેએક શ્રમજીવી મહિલાએ પતિ અને દીકરીઓ સાથે ઝઘડા બાદ ગુસ્સો કરી રેલવે ટ્રેક પર પડતું મુકતા એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મળી આવી હતી. ૧૦૮માં સિવિલ લવાયેલી કમુબેનના પતિએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ લગ્ન પ્રસંગના રસોડામાં કામ કરીને આવેલી પત્નીએ દેશી દારૂના નશામાં ચૂર બની તમે ઘરમાં કેમ નથી રહેતા એમ કહી ગુસ્સો કરી ઘરમાંથી નીકળી ગઈ હતી. મુકેશ રાઠોડ (ઇજાગ્રસ્ત મહિલાનો પતિ) એ જણાવ્યું હતું કે આજે સવારે ૭ વાગ્યે જ ઘરે આવીને પહેલા દેશી દારૂની પોટલીઓ પીવા માંડી. ત્યારબાદ દીકરીએ કહ્યું પપ્પા ઘરે નથી રહેતા એટલે એ વાતને પકડીને ઝઘડો કરવા લાગી. ગુસ્સામાં લાલચોળ થઈ ઘર બહાર નીકળી ગઈ હતી. અમને એમ લાગ્યું કે થોડીવારમાં આવી જશે પણ એક કલાક બાદ ફોન આવ્યો તમે કમુબેનના પતિ છો તો સિવિલ આવી જાઉં, ટ્રેન અડફેટે ઘવાયા છે. અહીંયા આવી ને જાેયું તો એક હાથ અને બે પગ કપાયેલી હાલતમાં મોત સામે પત્ની ઝઝૂમી રહી છે.
