બોલીવુડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પુત્રી દુઆ સાથે જલદી મુંબઇના બાંદરા બેન્ડસ્ટેન્ડના નવા ઘરમાં શિફ્ટ થશે. બાંદરાના બેન્ડસ્ટેડ દરિયા કિનારા પાસે આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તેમણે ૧૬થી ૧૯ એમ ચાર માળનો ક્વાડ્રૂપ્લેક્સ તૈયાર કરાવ્યો છે. જે કુલ ૧૧,૨૬૬ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. ૧,૩૦૦ સ્કે. ફૂટની ટેરેસ પણ તેમાં આવેલી છે.
દીપિકા અને રણવીરનાં આ આલીશાન એપાર્ટમેન્ટની નજીક જ શાહરુખ ખાનનો મન્નત બંગલો તથા સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ આવેલાં છે. જાેકે, હાલ મન્નતનું રિનોવેશન થવાનું હોવથી શાહરુખ ખુદ પરિવાર સાથે પાલીહિલમાં ભાડાંનાં ત્રણ ફલેટમાં શિફ્ટ થઈ ચૂક્યો છે.
દીપિકા અને રણવીર હાલ સાઉથ મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત તેઓ મુંબઈ નજીકના અલીબાગમાં પણ ૨૨ કરોડની કિંમતનો બંગલો ધરાવે છે.

