રિપોર્ટર: મૌલીક દોશી અમરેલી
અમરેલી જિલ્લામાં કેટલાય નવા રસ્તાઓ ના કામ મંજુર થયા છે પરંતુ તંત્ર પોતાની નબળી નીતિને કારણે કામો હજુ સુધી શરૂ થયા નથી જેના હિસાબે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે રાજુલા થી બાઢડા સુધીનો 30 કિલોમીટર કરતાં પણ વધુ રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ તેને પણ દસ મહિના કરતાં વધુ સમય વીતી ગયો અને એજન્સીને કામ સોંપાયું એને પણ એક વર્ષ કરતા વધુ સમય પૂરો થવા આવ્યો છે તોપણ કોઈ રસ્તો બનાવવાની તજવીજ પણ હજુ શરૂ થઈ નથી રાજુલા પંથકના લોકો ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી રોજના હજારો વાહનો અમરેલી રાજકોટ તરફ જવા અવરજવર આ મુખ્યમાર્ગ પરથી કરી રહ્યા છે કેટલા લાંબા સમયથી આ રસ્તાનું કામ શરૂ ન કરતા એજન્સી અને અધિકારીઓ સામે લોકમુખે સવાલો ઉઠી રહ્યા છે આ રસ્તો હાલ બિસ્માર હોવાને કારણે આ રસ્તાથીજોડાયેલા આસપાસના ગામડાના લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો પાસેથી વધુમાં એમ જાણવા મળ્યું હતું કે આ રસ્તો અતિ બિસ્માર હોવાને કારણે અને વાહન વ્યવહાર મોટા પ્રમાણમાં હોવાને કારણે અહીંથી ધૂળની ડમરીઓ ખૂબ ઉડે છે જેના કારણે આસપાસના ખેતરોમાં પણ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે બિસ્માર રસ્તાને કારણે સીધી ધૂળ ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડે છે અહીંના એક્સ સ્થાનિક વાહનચાલકે જણાવ્યું હતું કે આ રસ્તો કેટલાય વર્ષોથી ખરાબ છે કામ પણ કોન્ટ્રાક્ટરોને સોંપી દેવાયું છે તો કેમ કામ ચાલુ કરાતા નથી? વધુમાં સ્થાનિક નાગરિકો દ્વારા તંત્ર ઝડપથી કામ શરૂ કરવા અપીલ કરાઇ હતી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


