Gujarat

પરેશાન નાગરિકોના મતે BRTS બસો બંધ થવા માટે કંપની જવાબદાર, એજન્સીને પેનલ્ટી ફટકારી બસસેવા પૂર્વવત કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા હાલ શહેરમાં ઇલેક્ટ્રીક BRTS બસો દોડી રહી છે. જોકે, તેમાં ટેકનિકલ ખામીને કારણે હવે સુવિધાને બદલે સમસ્યા ઉદભવી છે. જેમાં 60 જેટલી બસો હાલના 45 ડિગ્રી તાપમાનમાં ગરમ થઈ જતા બંધ કરવી પડી છે. જોકે, એસટી તંત્ર દ્વારા પણ આ પ્રકારની બસો દોડાવવામાં આવી રહી છે.

જેમાં કોઈ ખામી આવી નથી. ત્યારે સીટીબસનાં કોન્ટ્રાક્ટર દ્વારા જ ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે આ સમસ્યા ઉભી થયાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. જેને લઈને બસ બંધ થવા માટે કંપની જવાબદાર હોવાનું જણાવી એજન્સીને પેનલ્ટી ફટકારી બસસેવા પૂર્વવત કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.

મનપાએ મૂકેલી બસો 45 ડિગ્રીમાં જ હાંફી ગઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાલતી BRTS બસો 51 ડિગ્રીથી વધુ ગરમી સહન કરી શકતી નથી પરંતુ, રાજકોટ મનપા દ્વારા મૂકવામાં આવેલી આવી બસો 45 ડિગ્રીમાં હાંફી ગઈ છે.

ગરમ થયેલી બસના મશીનમાં એલર્ટ દેખાડતા તેને હોલ્ટ પર મૂકવી પડી છે. રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી PMI સાથે આ અંગે ટેકનિકલ ક્ષતિઓ સુધારવા અંગે ચર્ચા કરી છે.