બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આવતીકાલથી આગામી છ મહિના માટે વડોદરા શહેરનું પ્રિયલક્ષ્મી ગરનાળું બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડ્યું છે અને વૈકલ્પિક અને પ્રતિબંધિત રસ્તાઓ પણ જાહેર કર્યા છે.
L&T દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતાં વચ્ચે આવેલ રેલવે અંડર બ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા)ની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોવાથી રેલવે અંડરબ્રિજ (પ્રિયલક્ષ્મી ગરનાળા)માંથી અવર-જવર કરતાં વાહનોને તા.01/05/2025થી તા.31/10/2025 સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવા પ્રોજેકટ મેનેજર દ્વારા જણાવ્યું છે.
આ કામગીરી દરમિયાન વડોદરાના શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે તા.01/05/2025થી તા.31/10/2025 સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

