જુનાગઢ અને વંથલી વચ્ચે પ્રાચીન એવી ‘ રા ‘ ખેંગાર વાવ આવેલ છે આ વાવ 13 મી સદીના પ્રથમ અર્ધ સમયમાં બાંધવામાં આવેલ હોવાનું કહેવાય છે વિક્રમ સંવત 1497 અથવા 1441 માં આધુનિક જૂનાગઢ અને વામનસ્થળી (વંથલી) ની વચ્ચે નિર્માણ કરાયાનો ઉલ્લેખ છે .
વાવની દિશા ઉતર દક્ષિણની છે જેમાં ઉતરમાં પગથિયા અને દક્ષિણમાં કુવો છે વાવના સ્તંભો અને દીવાલો પર કોતરણી કરેલ છે વાવની નીચેનો ભાગ કોતરણીયુકત અને ઉપરનો ભાગ સાદો છે.
આ વાવમાં હજી પણ પાણી છે તેથી સદીઓ પહેલા ભૂગર્ભ જળચરનો ઉપયોગ કરી આ બનાવનાર સ્થાપિતઓની દૂરદંશી આવડતની કલ્પના કરવા જેવી છે આ વાવ રાજ્ય ધરમશીત સંરક્ષિત સ્મારક ( CS-GJ-170) છે અને હાલમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગની દેખરેખ હેઠળ છે આ વાવની મુલાકાતે અનેક વાર પ્રવાસીઓ આવે છે.


