પણજી
ભાજપ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શાલિની તિવારી નામની યુઝરે લખ્યું, આ પરિવારની મૂર્ખામીનો કોઈ અંત જ નથી. શું તેમની ટીમમાં કોઈ સમજદાર વ્યક્તિ છે કે નહીં? પ્રિયંકા દુબેએ કોંગ્રેસનેતાની આકરી ઝાટકણી કાઢતાં લખ્યું- તેમને શું ફરક પડે છે. દિનેશ ચૌધરીએ લખ્યું- તેમને દેશ સાથે કોઈ જ મતલત જ નથી. મંજુ અગ્રવાલે લખ્યું- ભારત શોકમાં ડૂબેલો છે અને ભારતના દુશ્મન નાચવાની તક શા માટે છોડશે.ગોવાના પ્રવાસ પર પહોંચેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોક-કલાકારો સાથે ડાન્સ કરી વિવાદોમાં ફસાઈ ગયા છે. આ ડાન્સનો વીડિયો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપનેતાઓ ઉપરાંત સામાન્ય લોકોના નિશાન પર પણ આવી ગયા છે. આ વીડિયોને શેર કરતાં ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે ૨૬/૧૧ સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવતના અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે. શું કોઈ વાત આનાથી વિશેષ શરમજનક હોઈ શકે છે? ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના વીડિયો અંગે આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું હતું કે એક બાજુ સમગ્ર દેશ વીરોને ગુમાવવા શોકમગ્ન અને દુઃખી છે. અત્યારે તો ઝ્રડ્ઢજી બિપિન રાવતનાં અંતિમદર્શનના સમયે સમગ્ર દેશની પ્રજાની આંખમાં આંસુ છે. બીજી બાજુ, પ્રિયંકા ગાંધી હસી રહ્યા છે, નાચી રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે. તે આ કાર્યક્રમને પોસ્ટ પણ કરી શકે એમ હતાં, પણ તેમણે જાણીજાેઈને આમ કર્યું નહીં. ભાજપના મીડિયા સલાહકાર શલભ મણિ ત્રિપાઠી લખ્યું હતું કે રાષ્ટ્ર ક્ષતિથી જ્યારે સમગ્ર દેશ ગમગીન છે, દુઃખી છે, રડી રહ્યો છે ત્યારે ગોવાથી આવી રહેલી આ જશ્નની તસવીરો હૃદયને આઘાત પહોંચાડી રહી છે. દેશ અને વીર સેના માટે તમારી ભાવના પર આશંકા જન્માવે છે.


