અમેરિકામાં ફરી એકવાર હવાઈ અકસ્માત થયો હતો જેમાં કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થતાં જ તે બે ઘરોની છત પર પડ્યું હતું જેના કારણે ઘરમાં આગ લગતા ધુમાડા ના ગોટા થવા માંડ્યા અને પ્લેન ના પાઇલટ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરના વિભાગના કર્મચારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાયરબ્રિગેડના ૪૦ થી વધુ કર્મચારી ઘટાનસ્થળે પહોંચ્યા હતાં અને અનેક કલાકોની ભારે મહેનત બાદ તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લેન ક્રેશ થવાના કારણે ઘરનો એક મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો.

આ અકસ્માત કેલિફોર્નિયાની સિમી ઘાટીમાં થયો હતો.આ ઘટનાના અનેક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે જેમાં ઘર માં લાગેલી આગ ના ધુમાડા જાેવા મળ્યા હતા. જે ગલીમાં વિમાન ક્રેશ થઈને પડ્યું તે ગલીને પોલીસે બ્લોક કરી દીધી હતી અને સામાન્ય લોકોની અવર જવર બંધ કરી હતી. આ સાથે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ સિવાય પ્લેન ક્રેશ થવાનું કારણ હજું સામે નથી આવ્યું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.
ફાયર વિભાગે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, બંને ઘરમાં રહેતા લોકોને સુરક્ષિત ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ઈજાગ્રસ્ત નથી થયું. જાેકે, ઘરને ઘણું નુકસાન થયું છે. આગ લાગવાના કારણે ઘરનો એક મોટો ભાગ બળી ગયો છે.
કેલિફોર્નિયાના પ્રશાસને અત્યાર સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. આ સિવાય પ્લેન ક્રેશ થવાનું કારણ પણ હજું સામે નથી આવ્યું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.

