Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૪/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ તા.૨૧/૪/૨૦૨૫ ના રોજ SOG શાખાના ફિરોજભાઇ શેખ તથા કિશોરભાઇ ધુધલ તથા અમિતભાઇ ટુંડીયા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ સાગર ચોક RMC આવાસ યોજના કવાર્ટર બ્લોક નં-૧૩/૧૪૧૬ ખાતેથી જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ તાલુકા પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ ગાંજો ૨.૩૪૧ કિં.ગ્રામ કિ.૨૩,૪૧૦ મોબાઇલ, રોકડ સહિત કુલ કિ.૩૪,૧૧૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. ઇમરાન ઇકબાલભાઇ બેલીમ ઉ.૩૨ રહે-૧૫૦ ફુટ રીંગ રોડ સાગર ચોક RMC આવાસ યોજના કવાર્ટર બ્લોક નં-૧૩/૧૪૧૬ અમિતાબેન કુરેશીના મકાનમાં ભાડેથી રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250504-WA0039.jpg