Delhi

લાલુનો પુત્ર તેજસ્વી યાદવે ક્રિશ્ચિયન જીવનસાથીએ હિન્દુ ધર્મ અપનાવી લગ્ન કર્યા

ન્યુદિલ્હી
આરજેડી નેતા અને બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવના લગ્ન હરિયાણાની રચેલ સાથે યાદવ પરિવારના વિરોધના પગલે રેચલે લગ્ન પહેલા હિંદુ ધર્મ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. તેથી તે રેચલથી રાજેશ્વરી યાદવ થઈ ગઈ છે. ઇત્નડ્ઢ સીનિયર નેતાઓના જણાવ્યા પ્રમાણે આનાથી લાલુ-રાબડીનો ગુસ્સો થોડો શાંત થયો છે.હન્દુ પરંપરા પ્રમાણે બંનેના લગ્ન થયા, જેમાં માત્ર પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. યાદવ પરિવારના ભવ્ય લગ્નપ્રસંગમાં પાર્ટીના નેતાને પણ આમંત્રણ અપાયું નહોતું. બુધવાર સુધી તો ઇત્નડ્ઢ નેતા અને તેજસ્વીના ખાસ સંબંધીઓએ પણ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નહોતું. માત્ર લાલુની દીકરી રોહિણીએ જ સોશિયલ મીડિયામાં ભાઈ તેજસ્વીને શુભેચ્છા પાઠવી હતી. વળી લગ્ન પહેલા તો એવી પણ ચર્ચાએ જાેર પકડ્યું હતું કે લાલુ યાદવને આ કાર્યક્રમમાં હાજરી આપવી જ નહોતી. પરિવારના સભ્યોએ ઘણી મહેનત કરી મનાવી તેમને રાબડી સાથે આ લગ્નમાં હાજરી આપવા મનાવ્યા હતા. તેજસ્વી યાદવ અને તેમના પત્ની રેચલ બાળપણના મિત્રો છે. લગભગ ૭ વર્ષ પહેલા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હોવાની વાત સામે આવી હતી. રેચલ ચંડીગઢના ઉદ્યોગપતિની દીકરી છે અને હરિયાણાની રહેવાસી છે. આરજેડી નેતા અને બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવના લગ્ન હરિયાણાની રચેલ સાથે ચર્ચામાં આવ્યા છે. આ લગ્ન પહેલા સૌથી વધુ ચર્ચા રશેલ ક્રિશ્ચિયન હોવાને લઈને થતી હતી, પરંતુ હવે આ મુદ્દે બીજી એક વાત સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સના આધારે બાળપણની મિત્ર સાથે લગ્ન કરવા માટે તેજસ્વીએ તેને ધર્મ પરિવર્તન કરવા માટે મનાવવું પડ્યું હતું. રેચલે લગ્ન પહેલા ક્રિશ્ચિયન ધર્મનો ત્યાગ કરી હિંદૂ ધર્મને સ્વીકાર્યો છે. આના કારણે તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. યાદવ પરિવારની પુત્રવધૂ થતા પહેલા તે રેચલથી રાજેશ્વરી યાદવ બની ગઈ હતી. જાેકે આ મુદ્દે યાદવ પરિવારે અત્યારસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. લાલુ અને રાબડી બંને તેજસ્વી યાદવના રેચલ સાથેના લગ્નથી ખુશ નહોતા. બંને આના માટે હામી ભરવા તૈયાર જ નહોતા થયા. આની પહેલા લાલુ-રાબડીએ દરેક બાળકોના લગ્ન યાદવ જ્ઞાતીમાં કરાવ્યા છે. પરંતુ રેચલ, યાદવ જ્ઞાતિની જ નહીં પરંતુ હિંદૂ ધર્મની પણ નથી. આ મુદ્દે પણ પરિવારમાં ચર્ચાઓ થઈ રહી હતી. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે આનાથી ખોટો રાજકીય સંદેશો જવાનો ડર પણ રહેલો છે.

tejashwi-yadav-Wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *