જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત એક મહાન રાષ્ટ્ર છે. આ વાત વિશ્વ સમક્ષ સાબિત થઈ છે. તેમણે વિશ્વભરમાં વસતા જાડેજા સમુદાય વતી વડાપ્રધાનનો આભાર માન્યો છે.

જામ સાહેબે ભારતીય સેનાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સેનાની વીરતા અને ચતુરાઈ પ્રશંસનીય છે. આધુનિક શસ્ત્રો સાથેની તાલીમે વિશ્વને ભારતની તાકાત બતાવી છે. સેનાના જવાનોની કાર્યક્ષમતા અને જુસ્સાએ દુનિયાને પ્રભાવિત કરી છે. તેમણે ભારતીય સેનાને શાબાશી આપી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં થયેલી સિદ્ધિઓ માટે આભાર વ્યક્ત કર્યો છે. જામ સાહેબે આ ઐતિહાસિક સિદ્ધિઓ માટે વડાપ્રધાનને માતાજીના આશીર્વાદની કામના કરી છે.

