Gujarat

પતિના ત્રાસે સાસરુ છોડ્યુ તો પિયર આવી ઝઘડો કરવાની ધમકી આપતા ફાંસો ખાધો

ખંભાતના કલમસર ગામે પરણાવેલી ખંભાતની યુવતીને પતિએ ઘરની રસોઈ બાબતે, દહેજ બાબતે ત્રાસ આપી પરિવારજનોની હાજરીમાં પરિણીતાને અપશબ્દો બોલતા તેમજ પિયરમાં આવી પતિએ ઝઘડો કરવાનુ કહેતા પિયરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનાવમાં ખંભાત પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ખંભાતમાં રહેતાં 52 વર્ષીય સબીનાબાનુ મોબીનમીયા સૈયદની દીકરી માહેરાબાનુના લગ્ન ખંભાત તાલુકાના કલમસર ગામે સૈયદવાડામાં રહેતા સાજીદઅલી ઈમામઅલી સૈયદ સાથે 6 માસ અગાઉ થયા હતા.

લગ્નના થોડા દિવસો સુધી પરણીતા માહેરાબાનું લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું. પરંતુ થોડાક જ સમય બાદ માહેરાબાનુને તેઓના પતિ સાજીદઅલી ઘરના કામ બાબતે, ઘરની રસોઈ કરવા બાબતે આવર નવાર ઝઘડા કરી તેમજ મારે નોકરી વાળી છોકરી લાવવી હતી.

તું મને ગમતી નથી અને તું કંઈ કમાતી નથી, તુ તારા ઘરેથી વધારે કંઈ લાવી નથી અને તું તારા ઘરેથી વધારે દહેજ લાવીશ તો જ હું તને તેડવા આવીશ. તેમ કહી અવાર નવાર ત્રાસ આપતા માહેરાબાનુ પિયર ખંભાત ખાતે માતાના ઘરે રહેવા જતા રહ્યા હતા.

શુક્રવારે પરિણીતા માહેરબાનુ ખંભાતમાં માતાના ઘરે પિયરમાં હતા ત્યારે પતિ સાજીદઅલી સૈયદે ફોન કરીને હું ચાર પાંચ લોકો લઈને ઝઘડો કરવા આવું છું તેવુ કહેતા, માહેરાબાનુએ ઝઘડો કરવા આવવાની ના પાડતા સાજીદઅલી સૈયદે તું મરીજા તેમ કહેતા મનમાં લાગી આવતા પરણીતા માહેરાબાનુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સબીનાબાનુની ફરિયાદ લઈ પોલીસે સાજીદઅલી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.