Gujarat

અંધારામાં પાર્કિંગ લાઇટ વગર રોડ પર પાર્ક કરાયેલા ડમ્ફર પાછળ બાઇક અથડાયું, એક યુવકનું મોત

વાસદ-સારસા રોડ પર સહકાર હોટલ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બોરસદ તાલુકાના દહેમી ગામના 30 વર્ષીય અજય ઉર્ફે મુન્નો રાઠોડનું મોત નિપજ્યું છે.

અજય તેના બે મિત્રો ભાર્ગવ રોહીત અને સંજય સાથે શિહોરા ખાતે લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. તેઓ બાઇક નંબર GJ23EE1922 પર સવાર હતા. સહકાર હોટલ નજીક રોડ પર પાર્કિંગ લાઇટ વગર ઊભેલા ડમ્ફર નંબર GJ13AW9797ની પાછળ તેમનું બાઇક અથડાયું હતું.

અકસ્માતમાં અજયને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું છે. તેના બંને મિત્રોને પણ ઈજાઓ થઈ છે. બંને હાલ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક અજયના પિતા હરીસિંહ ઉદેસિંહ રાઠોડની ફરિયાદના આધારે વાસદ પોલીસે ડમ્ફર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.