મેંદરડા: સમઢીયાળા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મારું રક્ત મારા દેશના સૈનિકો માટે અંતર્ગત બ્લડ કેમ્પમાં ૧૧૧ યુનિટ બ્લડ એકત્રીત થયેલ
મેંદરડા તાલુકાના સમઢીયાળા પટેલ સમાજ ખાતે ચિરાગભાઈ રાજાણી પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં ૧૧૧ યુનિટ બ્લડ એકત્રીત કરવામાં આવેલ હતું
આ બ્લડ કેમ્પ સમઢીયાળા ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણા અને રાજાણી પરિવારના આંગણે ભાગવત સપ્તાહ દરમિયાન સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
આ કેમ્પ ખાસ કરીને તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર દેશમાં રક્ષા કરતા આપણા ભારતીય સૈનિકો તેમજ આર્મી હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ
આ બ્લડ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણા ના સ્ટાફ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરી ૧૧૧ બ્લડ યુનિટ એકત્રીત કરવામાં આવેલ હતું ત્યારે કેમ્પ સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સરપંચ ચિરાગભાઈ રાજાણી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાત્રાણા દ્વારા જહેમત ઉઠાવેલ હતી
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા




