કચ્છ ભચાઉમાં ભુવાની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ભચાઉના સેકસી ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા
૨૦ વર્ષથી દોરા-ધાગા, ધૂણવાનો ઢોંગ કરતો ભુવો ઝડપાયો.
મહિલાની છેડછાડના કારણે ભાંડાફોડ થયો.
ગાંધીધામની ભૂઈ સાથેની સાંઠગાંઠ બહાર આવતા ચકચાર.
ભુવાએ કબુલાતનામું આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથમાં લીધી.
કચ્છમાં ધતિંગબાજોની પુરાવા સાથે માહિતી મોકલવા જાથાનું આહવાન
ભુવાએ જાહેરમાં માફી માંગી કપટલીલા બંધની જાહેરાત કરી.
ગાંધીધામ પૂર્વ એસ.પી., ભચાઉ પોલિસ સ્ટેશનની પ્રશંસનિય કામગીરી.
વિજ્ઞાન જાથાનો ૧૨૭૦મો સફળ પર્દાફાશ.
અમદાવાદઃ કચ્છ ભચાઉમાં ૨૦ વર્ષથી દોરા-ધાગા, ધૂણવા, દુઃખ દર્દ મટાડવા ભ્રમમાં નાંખી શારિરીક શોષણ કરનાર ભુવા ભવાન કરશનભાઈ જાદવની કપટ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૭૦મો સફળ પર્દાફાશ કર્યો હતો. ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ બહાર આવતા ચકચાર જોવા મળી હતી. ભુવાએ જાહેરમાં માફી માંગી હતી. કબુલાતનામું આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથમાં લીધી હતી.
બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાએ થોડા દિવસો પહેલા ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં ૩૦ વર્ષથી ભૂઈનું કામ કરતી જયોત્સનાબેન રાજપૂતનો ભાંડાફોડ કરતાં ભચાઉના ભુવા ભવાન જાદવનું નામ ખુલ્યું હતું. મહિલાને છેડછાડ કરતો ભુવો સીસી ટીવીમાં પુરાવા આવી જતા સમગ્ર પર્દાફાશનું કારણ બન્યું હતું. જાથાની ખબર મળી જતા ભુવો ભવાન ફરાર થઈ ગયો હતો, તે દરમ્યાન જાથાએ ભુવાની કુંડળી મેળવતા ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. તેમાં કસ્ટમ નાકા ચાર ચોક પાસે રહેતો ભુવો ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ, દર્દ સાથે બિમારને સાજા કરવા, ગરમ તેલનો તાવો કરવો, રમેણમાં ધૂણવું, માતાજીનો પ્રકોપ ભય બતાવી રૂા. ૨૫૦૦ થી શરૂ કરી પચાસ હજારની ફી વસુલતો હતો, તેવી માહિતી મળી હતી. ધૂણવામાં હોંશિયાર હોય શ્રધ્ધાળુઓ બોલાવવાનો આગ્રહ રાખતા હતાં. ગાંધીધામની ભૂઈ જયોત્સનાબેન વેવાઈના નાતે એકબીજાનો ધાર્મિક ધંધો ચાલતો હતો. એકબીજાને ત્યાં જોવાના કામે મોકલી ભોળા -લાલચુ લોકોને આસાનીથી છેતરતા હતાં. ભચાઉની મહિલા સાથે છેડછાડની હકિકત બહાર આવતા તપાસમાં ઘરમાં આર્થિક નુકસાનીનું સરભર કરવા પરિવાર ભવાન ભુવા પાસે જવાથી શોષણનો ભોગ બન્યા હોવાની હકિકત સામે આવી હતી. ભવાન ભુવા પરિવાર આખો માતાજીનું મંદિર બનાવવું, પરિસ્થિતિ પ્રમાણે પીડીતોને વિધિ-વિધાન જણાવતાં હતાં. ભુવો રંગીન મિજાજ ધરાવતો હોય મહિલાઓને ટારગેટ કરતો હતો. ખોટ સરભર તાત્કાલીક કરવા પીડીત ભોગ બનતા હતાં. ભુવાના ચારિત્ર્ય સંબંધ તરેહ તરેહની વાતો બહાર આવી હતી.
ગાંધીધામની મયુરીબેન ઠકકર પોતાના એપાર્ટમેન્ટનું નામ ખરાબ કરવામાં ભૂઈ-ભુવાના કરતૂતોના પુરાવા જાથાને આપ્યા હતાં. અંધશ્રધ્ધા સામે સખ્ત વિરોધ દર્શાવ્યો હતો. ભૂઈ-ભૂવાનો ખેલ સમાપ્ત કરવાના નિર્ધાર સાથે માહિતીનો સ્ત્રોત જાથાને આપ્યો હતો. જેથી સૌ પ્રથમ ૩૦ વર્ષની ભૂઈ જયોત્સનાબેનની ધતિંગલીલા જાથાએ પોલીસની મદદથી બંધ કરાવી હતી. આ ભૂઈના સાગ્રીતોમાં પડોશી સાથે નેપાળી શખ્સનું નામ બહાર આવ્યું હતું. તેની ખાનગી માહિતી મેળવવાનું ચાલુ છે. ભુવો ભવાન જાદવે મહિલાને જબરદસ્તીથી કેવી રીતે પ્રયાસ કરી છે તેની ચોંકાવનારી કામલીલા સામે આવી હતી. ભુવાથી નિર્દોષ, મજબુર મહિલા ભોગ બને નહિ તેથી જાથાએ અગ્રતા આપવાનું નકકી કર્યું હતું. ભચાઉના ભુવો ભવાનને વિજ્ઞાન જાથાની ખબર પડતા કામચલાઉ દોરા-ધાગા જોવાનું બંધ કર્યું હતું. સાવચેતી રાખતો હતો, જાથા પાસે સમગ્ર પુરાવા આવી જતા પર્દાફાશ નકકી કરવામાં આવ્યો હતો.
જાથાના ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ ભચાઉ પોલીસ સ્ટેશનની મદદ પોલીસ બંદોબસ્ત માટે રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, ભુજ બોર્ડર રેન્જના આઈ.જી.પી., એસ.પી. પૂર્વ ગાંધીધામને પત્ર પાઠવ્યો હતો. જેમાં સરકારી તંત્ર હકારાત્મક વલણ અપનાવ્યું હતું. ભચાઉના પોલિસ ઈન્સપ. એ. એ. જાડેજાને જરૂરી સૂચના મોકલવામાં આવી હતી.
રાજકોટથી જાથાના રાજય વડા જયંતભાઈ પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદે, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ સ્થાનિક કાર્યકરો ભચાઉ પોલીસ સ્ટેશને પહોંચી ગયા, ત્યાં પો. ઈન્સ. જાડેજાને મળી સમગ્ર હકિકત આપતા તેમણે એ.એસ.આઈ. છોટાલાલ ભુળજીભાઈ, હેડ કોન્સ્ટે. હરદીપસિંહ સમરથસિંહ, હેડ કોન્સ્ટે. ચેતનદાન રાણીદાન, પો. કોન્સ્ટે. ઋતુરાજસિંહ બ્રિજરાજસિંહ, મહિલા કોન્સ્ટે. આશાબેન કરશનભાઈ, નીતાબેન વદનજી, પોલીસ જીપ સ્ટાફ ફાળવી દીધો હતો.
ભુવો ભવાન જાદવ સાવચેત હોય છટકુ ગોઠવી પોલીસને ખાનગી ડ્રેસમાં મોકલવામાં આવ્યાં, ભુવો ઘરે ખબર ન હોય માહિતીના આધારે ઝડપી લેવામાં આવેલ. જાથાની ટીમ, પોલીસ કાફલો ભુવાને ઘરે પહોંચી ગયો. માતાજીના મઢે ભુવાએ માફી માંગવાનું શરૂ કરી દીધું. એકવાર માતાજી માફ કરી દેજો. છેડછાડ જીંદગીમાં કરીશ નહિ તેવું હાથ જોડીને બોલવા લાગ્યો. ઘરના સદસ્યો અવાચક થઈ ગયાં. પરિસ્થિતિ ગંભીર લાગતા મૌન રહેવાનું પસંદ કર્યું. આસપાસના રહીશો ઘરની બહાર જોવા મળ્યા. ભુવો શરમ અનુભવતો હતો. જાથાએ હિંમત આપવી પડી.
ભુવાને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો. પો. ઈન્સ. જાડેજાએ જરૂરી પૂછપરછ કરી ભુવો ભાંગી પડયો હતો. મહિલાની છેડછાડ માટે માફી માગતો હતો. કાયમી બંધ કરું છું. હવે પછી દોરા-ધાગા, કપટલીલા બંધની જાહેરાત કરી હતી.
જાથાના જયંત પંડયાએ ભુવા વિરુધ્ધના પુરાવા બતાવ્યાં બધાની હા પાડી દીધી, ધૂણવા લોકો બોલાવે છે. તેવું કથન કર્યુ હતું. પરિવાર આખો અંધશ્રદ્ધામાં ગળાડૂબની હકીકત સામે આવી હતી. ભચાઉ મહિલાની સાથેની હરકતો કબૂલી હતી. તેમણે પંદર લાખની ખોટ આવતા પરિવાર આવ્યો હતો, તેમના ઘરે ૩ વાર ગયો હતો. માતાજીના મઢે અવારનવાર આવતા હતા. ભૂઈ જયોત્સનાના ઘરે રમેણમાં ધૂણ્યો હતો. તે માલિશનું કામ કરે છે. મકાન ખાલી કરવા સંબંધે વાત ઉચ્ચારી હતી. ભુવાનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું. વારંવાર જાથાએ હિંમત આપી હતી. દુઃખના સમયે માતાજી મદદે આવ્યા ન હતાં. ભુવો અફસોસ વ્યકત કરતો હતો.
કબુલાતનામામાં હું ભુવો ભવાન કરશન જાદવ, ઉ.વ. ૫૭, ધંધો ઃ લોન્ડ્રી કામ સાથે માતાજીની સેવા પૂજા ૨૦ વર્ષથી કરું છું. દોરા-ધાગા, જોવાનું, દુઃખદર્દ મટાડવાનું ધૂણવાનું કામ કરું છું. આજથી કાયમી ધતિંગ – કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગું છું. કાયમી જોવાના ધતિંગ બંધની જાહેરાત કરી દીધી હતી. પોલીસે અટકાયતી પગલાની કાર્યવાહી હાથમાં લીધી હતી. ભુવો પોલીસ કસ્ટડીમાં હોય, પરિવાર મદદે આવ્યો હતો. જાથાએ ભુવાની કાયમી કપટલીલા બંધ કરાવી હતી. જાગતો મળવા આવી ગયાં હતાં.
જાથાએ બોર્ડર રેન્જના આઈ.જી.પી., ગાંધીધામ પૂર્વના એસ.પી. એલ.આઈ.બી., કંટ્રોલરૂમ, ભચાઉ પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ કર્મીઓ, પી.આઈ. જાડેજાનો વિશેષ આભાર માન્યો હતો. જાથાએ ભુવા ભવાન જાદવનો ૧૨૭૦માં પર્દાફાશમાં ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, રવિ પરબતાણી, સોમિત રાજદવે, ગુલાબસિંહ ચૌહાણ, સંજયભાઈ ઠકકર, મયુરીબેન ઠકકર, પોલીસ કર્મીઓમાં એ.એસ.આઈ. છોટાલાલ ભુળજીભાઈ, હેડ કોન્સ્ટે. હરદીપસિંહ સમરથસિંહ, હેડ કોન્સ્ટે. ચેતનદાન રાણીદાન, પો. કોન્સ્ટે. ઋતુરાજસિંહ બ્રિજરાજસિંહ, મહિલા કોન્સ્ટે. આશાબેન કરશનભાઈ, નીતાબેન વદનજી, વગેરેએ સંનિષ્ઠ કામગીરી બજાવી હતી.
રાજયમાં દોરા-ધાગાની પુરાવા સાથે માહિતી મો. ૯૮૨પર ૧૬૬૮૯ સંપર્ક કરવો.
ફોટો તસવીરઃ ભચાઉમાં ભુવા ભવાન કરશન જાદવ કબુલાતનામામાં સહી કરી માફી માગતો નજરે પડે છે. પોલીસ સ્ટાફ, જાથાના જયંત પંડયા પૂછપરછ કરતા નજરે પડે છે.








