ગાંધીધામ શહેરના પોશ વિસ્તારમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો છે. બેન્ડિંગ સર્કલ પાસે આવેલી સંજના અર્થ મુવર્સ નામની ઓફિસમાંથી 7 વેપારીઓને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી. વિનોદ ત્રીકમદાસ કલવાણી પોતાની ઓફિસમાં આર્થિક ફાયદા માટે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. બાતમીના આધારે એલસીબીએ રેઇડ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં વિનોદ ત્રિકમદાસ કલવાણી (આદીપુર), શશીકાંત મીલનભાઈ ધવાણી (આદીપુર), હિતેષ હરેશભાઈ ટેવાણી (ગાંધીધામ), પાર્થ વિજયભાઈ બેલાણી (ગાંધીધામ), હીંમતસિંહ ભીમસિંહ વાઘેલા (ગાંધીધામ), નીતેષ શ્યામભાઈ ટેવાણી (આદીપુર) અને દિપ શ્યામભાઈ ટેવાણી (આદીપુર)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 93,665, 7 મોબાઈલ ફોન (કિંમત રૂ. 2.70 લાખ) અને 3 વાહનો (કિંમત રૂ. 5.50 લાખ) મળી કુલ રૂ. 9,13,665નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

