પાળીયાદ વિસામણબાપુ ની જગ્યામાં રસોઈ અને ધ્વજારોહણ નો પાવન પ્રસંગ તેમજ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અંતર્ગત બોટાદ જિલ્લા ના સહકાર ભારતી સાથે સંકળાયેલ હોદેદારો નું સન્માન સમારંભ યોજાયો
લાખો લોકોની શ્રદ્ધા નું કેન્દ્ર પંચાળ નું પ્રગટ પીરાણું પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં રસોઈ અને ધ્વજારોહણ નો પાવન પ્રસંગ સહકાર ભારતી બોટાદ જિલ્લા ના ચેરમેન ભૂપતભાઈ ધાધલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 નિર્મળા બા ના આશીર્વાદ થી યોજાયો આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 અંતર્ગત બોટાદ જિલ્લા ના સહકાર ભારતી સાથે સંકળાયેલા હોદેદારો નું સન્માન કરવામાં આવ્યું જેમાં બોટાદ જીલ્લાના ધર્મિષ્ઠાબેન જોટાણીયા પ્રમુખશ્રી નગર પાલીકા બોટાદ નિરૂબેન પી. ત્રાસડીયા ઉપપ્રમુખશ્રી નગર પાલીકા બોટાદ નિપાબેન કે. મહેતા પ્રમુખશ્રી ભાવનગર જીલ્લા સહકારી સંઘ નયનાબેન સરવૈયા પ્રમુખશ્રી સહકાર ભારતી મહિલા વિભાગ બોટાદ ગીતાબેન એ. મકવાણા ઉપપ્રમુખ બોટાદ શહેર ભા.જ.પા.વસંતબેન વી. સોઢાતર – ઉપપ્રમુખ ગઢડા શહેર ભા.જ.પા.ભાવનાબેન જી. ગાંગડીયા મહામંત્રી ગઢડા શહેર ભા.જ.પા.ગીતાબેન એ. મકવાણા ઉપપ્રમુખ બોટાદ શહેર ભા.જ.પા.રસીલાબેન એમ. અલગોત્તર ઉપપ્રમુખ બોટાદ શહેર ભા.જ.પા.સતુભાઈ ધાધલ પ્રમુખશ્રી અખીલ ભારતીય કાઠી સમાજ બોટાદ રવિભાઈ વી.ધાધલ – ઉપપ્રમુખ રાણપુર તાલુકા ભા.જ.પા.અલ્કેશભાઈ જોષી – ઉપપ્રમુખ બોટાદ શહેર ભા.જ.પા.કાન્તીભાઈ ટી. પટેલ – મંત્રી બોટાદ શહેર ભા.જ.પા.
ભગુભાઈ જે. ખાચર મંત્રી બોટાદ શહેર ભા.જ.પા.નું સન્માન અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્ય અને જગ્યા ના મુખ્ય સંચાલક પરમ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા કરવામાં આવ્યું.આ ધાર્મિક કાર્યક્રમ માં વિહળ પરિવાર ના સેવકો મોટી સંખ્યા માં હાજર રહી લાભ લીધો
અહેવાલ કનુભાઈ ખાચર


