મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર હમણાં તાજેતર મા મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ના પાક ઉપર આવેલ તલ,મગ,અડદ જેવા પાકો ઉપર વરસાદ થતા પાક સદંતર નિષ્ફળ ગયો છે તો અને રહી વાત જે ખેડૂતો એ વરસાદ વરસતા પોતાના ખાલી ખેતર મા બિયારણ,દવા,ખાતર સહીત વીઘાદીઠ ૪ થી ૫ હજાર નો ખર્ચ કરી ને મગફળી નુ વાવેતર કરી દિધુ હતુ પણ વાવેતર કર્યા પછી એક ટીપું પણ વરસાદ નું ન વરસતા ખેડૂતો ને વાવેલ મગફળી ઉગશે નહી તેવુ લાગી રહ્યુ છે અને અમુક ખેડૂતો પોતાની મહામુલી મગફળી ને ઉગાડવા માટે ખેતરમાં વાવેતર કરેલ મગફળી ઉપર થી ફુવારા દ્વારા પિયત આપી રહ્યા છે પણ અત્યારે દરેક ખેડૂતો ને કુવા મા પાણી ના તળ ખાલી થય ગયા હોય છે જેથી ખેડૂતો નિરાધાર અને લાચાર બની ગયા છે હવે તો વાવેતર કરેલ મગફળી કુદરત ના ભરોસે છે તેવા વિચાર કરવા લાગ્યા છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા



