Delhi

શ્રીલંકાથી આવેલા લોકો આ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં રહે છે અને તેમને મદદ કરી હતી

ન્યુદિલ્હી
ઈન્ડિયન એર ફોર્સની એક ટીમ દિલ્હીથી ક્રેશ સાઈટ પહોંચી હતી. અહીં અત્યારે પણ અનુમતિ વિના કોઈપણ વ્યક્તિને પ્રવેશ અપાતો નથી. એટલું જ નહીં તપાસને વધુ સારી રીતે કરવા માટે હેલિકોપ્ટર ક્રેશના કાટમાળને પણ હજુ સમેટાયો નથી. અહીંથી માત્ર ક્રેશ ડેટા રેકોર્ડર (ઝ્રડ્ઢઇ) અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર (હ્લડ્ઢઇ) સુરક્ષિત કરાયા છે.ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેટર નાસીર હનાફીએ જણાવ્યું હતું કે, “તપાસ ઝડપથી પૂર્ણ થવાની આશા ઓછી છે કારણ કે દરેક પાસાઓની ખૂબ જ વ્યાવસાયિક રીતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એવું પણ બની શકે કે ઝ્રડ્ઢઇ રિપોર્ટ રશિયા તરફથી આવે કારણ કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે રશિયાએ જ બનાવ્યું હતું.તમિલનાડુના કુન્નૂરથી લગભગ ૫ કિલોમીટર પહેલા એક ગામ છે જેનું નામ નંજપ્પા ચથિરામ છે. આ એજ ગામ છે જ્યાં ઝ્રડ્ઢજી બિપિન રાવત અને તેમની ટીમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ગામડાની જાે વાત કરીએ તો તે માત્ર ૫૦ વર્ષ પહેલાં જ સ્થાપિત થયું હતું. અહીં ચારેયા બાજુ ચાના બગીચા છે. જેથી મોટાભાગની વસતિ આનાથી જ કમાણી કરે છે. ૈંછહ્લ ઘણી સતર્કતાથી આ દુર્ઘટના પાછળનું કારણ તપાસી રહી છે. વળી આ ક્રેશ સાઈટ સુધી પહોંચવાનો રસ્તો પણ સાંકડો છે, જેથી કરીને આર્મી ઓફિસર્સ જરૂર સામાનને ખભા પર રાખી ઘટનાસ્થળે પહોંચતા હોય છે. એટલું જ નહીં મીડિયાને પણ સાઈટથી ઘણી દૂર રોકી દેવાય છે અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેમણે ડ્રોન દ્વારા એરિયલ વ્યૂ લઈ તપાસ કરી હતી. યુનિયન કાઉન્સિલર સભ્ય લક્ષ્મણે જણાવ્યું છે કે – ૩૦૦ લોકોની વસતિમાંથી માત્ર ૨૫૦ મતદારો છે. તેમાંથી મોટાભાગના ચાના બગીચાઓમાં કામ કરે છે. જેમને પ્લાન્ટેશનમાં કામ મળતું નથી તેઓ મજુરી માટે અન્ય જગ્યાએ જાય છે. વળી મોટાભાગના પ્લાન્ટેશન માલિકો બેંગ્લોરમાં રહે છે. તેવામાં આ ગ્રામજનોની દેખરેખ હેઠળ બગીચાઓ ખીલે છે અને આ દરેકને ભારતની નાગરિકતા પણ મળી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગામડાથી લગભગ ૧૦૦ મીટરની ઊંચાઈએ જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના સમયે મોટાભાગના ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. એટલું જ નહીં હેલિકોપ્ટર ક્રેશનો અવાજ એટલો પ્રચંડ હતો કે ઘણા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જાેકે ત્યારપછીથી જ પોલીસ સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી રહી છે. આ દુર્ઘટના પછી કુન્નૂરના પોલિસ સ્ટેશનમાં ઝ્રઇઁઝ્રની કલમ ૧૭૪ હેઠળ કેસ દાખલ કરાયો છે. ત્યાંના સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે હવે આ કેસની સંપૂર્ણ તપાસ અને આર્મીને સોંપી દીધી છે. હવે આર્મી અને એર ફોર્સને સ્પેશિયલ ટીમ આ કેસની તપાસ કરશે.

Srilanka-Indian-villange-bipin-raval-help.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *