Gujarat

અમરેલી જિલ્લા માં સીટી સર્વે ની ઓફિસો માં ૮૬ નું મહેકમ ૩૫ % થી કામ ચલાવાય રહ્યું છે તેમાં પણ અનેક ઇન્ચાર્જ પૂર્વ સાંસદ ઠુંમરે મહેસુલ સચિવ ને પત્ર પાઠવ્યો

ક્યાં છે ચૂંટાયેલ નેતા ઓ ?

અમરેલી જિલ્લા માં સીટી સર્વે ની ઓફિસો માં ૮૬ નું મહેકમ ૩૫ % થી કામ ચલાવાય રહ્યું છે તેમાં પણ અનેક ઇન્ચાર્જ
પૂર્વ સાંસદ ઠુંમરે મહેસુલ સચિવ ને પત્ર પાઠવ્યો

અમરેલી જિલ્લાની સિટી સર્વે ઓફિસ દ્વારા લોકોની પરેશાની વધી છે તે અંગે મહેસુલ સચિવશ્રીને પત્ર પાઠવ્યો, આજે સિટી સર્વે ઓફિસની મુલાકાત લેતા અધિકારીશ્રી ઝાલા ને મળ્યો હતો. સિટી સર્વે ઓફિસની મુલાકાત લીધી હતી તેમ જણાવી પૂર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમરે સિટી સર્વે ની જે પરિસ્થિતિ છે તે અંગે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ૩૫ વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલી રહી છે, ફાકા ફોજદારી કરી વાહ-વાહી લુટી રહી છે ત્યારે હકીકત શું છે? અને શા માટે ઓફિસો ઉપર ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થઈ રહ્યા છે તેની હકીકતલક્ષી વિગતો તપાસવા માટે શ્રી ઠુંમર ઉપસ્થિત રહી પ્રેસ રીપોર્ટર જેઓ પહોંચી શક્યા ત્યા હાજર હતાં, તેમની હાજરીમાં શ્રી ઝાલા પાસેથી વિગતો મેળવેલ હતી. અમરેલી જિલ્લાનું ૮૬ નું સેટઅપ છે તે પૈકી માત્ર ૩૫ % જેવી જગ્યાઓ મુળ મહેકમ ૩૬ જગ્યાઓ ભરેલી છે. ૫૦ જગ્યાઓ ખાલી હોવાને કારણે લોકોની પરેશાની વધી છે. પ્રોપર્ટીકાર્ડ ફરજીયાત બન્યા છે અને જે પ્રોપર્ટીકાર્ડ ની ચકાસણી કરે તેવી જિલ્લાની વર્ગ-૩ સર્વેયરની કુલ જગ્યા ૪૪ પૈકી ૧૮ જગ્યાઓ ભરેલી છે, ૨૬ જગ્યાઓ ખાલી છે એટલે કોઇ અરજદાર દામનગર, લીલીયા, ખાંભા જાય કે સિટી સર્વેની કોઇ ઓફિસમા જાય તો ૨૭ ઓફિસ પૈકી ૬ જગ્યાઓ ભરાયેલી છે બાકીની ૨૧ ઓફિસો ચાર્જમાં ચાલે છે અને તેમા ર સર્વેયર નવા ટ્રેનિંગમા છે એટલે ૨૩ ઓફિસો ખાલીખમ છે. વર્ગ-૪ ની ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન) ની ૧૫ જગ્યાઓ પૈકી કોઇ પ્યુન ન હોય ઓફિસ ખુલતી નથી, આ ભાજપની સરકાર છે. અને તેમાંય વડાપ્રધાનશ્રી કચ્છમાં આવે તો સર્વેયર નું તે દિવસનું લીલીયા જવાનો સમય નક્કી હોય અને બસ ભરીને કચ્છમાં જવું પડે તો લોકોને સર્વેયર મળી શકતા નથી. બીજો મહિનો આવે ત્યારે સર્વેયર ને કોર્ટની તારીખ હોય અથવા પ્રાંતની તારીખ હોય તો ત્યાં હાજર રહેવું પડે છે તેના કારણે ઓફિસે જઈ શકતા નથી અને લોકોને ધરમના ધક્કા થાય છે. ત્રીજો મહિનો આવે અને રજાનો દિવસ આવે ત્યારે પણ લોકોને ધરમના ધક્કા થતા હોય છે, ત્યાર પછીના મહિનાએ બીજા કોઇ કારણોસર ન જઈ શકે તો અરજદારોને ધરમધક્કા થાય છે.
આમ, દરેખ વખત લોકોને સર્વેથર ન મળે તો જીંદગીમા એક વખત મીલકત ખરીદવાની તક મળી છે તેનું પ્રોપર્ટી રજીસ્ટ્રેશન થતું નથી અને તેઓને લોન કરવી છે તે લોન લઈ શકતા નથી. આ ભાજપ સરકારનો અરિસો છે. ચુંટાયેલા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સાંસદશ્રી આપ શું કરી રહ્યા છો? તેવો વેધક સવાલ શ્રી ઠુંમરે અમરેલી જિલ્લાની જનતા વતી ચુંટાયેલા પાંખ ને પુછ્યો હતો. જવાબ આપશો ખરા? કેમ કે, આજે જે પ્રેસ પ્રસિધ્ધી થઈ છે તેમાં અમરેલી જિલ્લાના નેતાઓ ક્યાં છે? તેવા વેધક સવાલ કરવામાં આવ્યા છે તેનું મારા દિલમા દુ:ખ દર્દ છે જે દર્દ અમરેલી જિલ્લાની પ્રજા વતી ભાજપ સરકારનો કોઇ પ્રતિનિધિ જવાબ આપવા આવશે? તેમ શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું. સિટી સર્વે તરફથી જિલ્લાના મહેકમની જે વિગતો આપેલ છે તેની ઝેરોક્ષ નકલ આ સાથે સામેલ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250606-WA0085.jpg