રાજકોટ ગંજીવાડા નાકે વર્લીફીચરના ગ્રાહકો પાસેથી આંકડા લેતા ઇસમને મુદ્દામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૧૧/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહી/જુગાર ની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના કરેલ. જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર ની ટીમના કર્મચારીઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અર્જુનભાઇ ડવ તથા ગોપાલભાઇ પાટીલ નાઓને મળેલ સંયુકત હકિકત આધારે આરોપીના મુજબના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે. શબ્બીર અલીમહમદ ઠેબા જાતે.સંધી મુસ્લીમ ઉ.૩૩ રહે.ભારતનગર શેરીનં.૩ પ્રહલાદ પ્રો.સ્ટોર ની બાજુમાં ITI હોસ્ટેલ પાછળ આજીડેમ ચોકડી રાજકોટ. રોકડ રૂ.કિ.૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. જુગાર ધારા કલમ-૧૨(અ) ઇ.પી.કો.૧૮૮,૨૬ મુજબ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


