અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જોવા થિયેટર્સ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી લીધી છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ એ રિલીઝના માત્ર પાંચ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી છે. કોમેડીથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘હાઉસફુલ 5’ પર દર્શકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
આ સાથે, ફિલ્મને વિવેચકો તરફથી પણ સારા રિવ્યૂ મળ્યા છે. ટ્રેડ વેબસાઈટ સેકેનિલ્કના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે મંગળવારે 11.25 કરોડની કમાણી કરી હતી. એટલું જ નહીં, ‘હાઉસફુલ 5’ એ વિશ્વભરમાં 175 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.
‘હાઉસફુલ 5’નું અત્યારસુધીનું કલેક્શન…
- પહેલો દિવસ- 24 કરોડ
- બીજો દિવસ- 31 કરોડ
- ત્રીજો દિવસ– 32.5 કરોડ
- ચોથો દિવસ- 13 કરોડ
- પાંચમો દિવસ- 11.25 કરોડ

