જુનાગઢ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૮ તથા ચપટાનંગ-૭૯૩ મળી કુલ કિ.રૂ.૧,૫૮,૯૫૦/- પ્રોહી નો કેસ શોધી કાઢતીમેંદરડા પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબની જુનાગઢ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી નેસ્ત નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જેથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી રોહીતકુમાર ડાગર સાહેબ વિસાવદર વિભાગ વિસાવદર નાઓના માર્ગદશન મુજબ છે..પો.ઇન્સ શ્રી એસ.એન.સોનારા નાઓને ખાનગીરાહે ચોક્કસ હકીકત મળેલ કે મેંદરડા વાલમ યોક વિસ્તારમાં રહેતો પૃથ્વીરાજ દેસુરભાઇ વાળા પોતાના મકાન પાસે આવેલ પડતર મકાનમાં ગે.કા.ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકીકત મળતા તુરંત જ પો.સ્ટાફને મળેલ હકીકતથી વાકેફ કરી સદરહુ જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૮ તથા ચપટા નંગ-૭૯૩ મળી કુલ કી.રૂ ૧,૫૮,૯૫૦/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આરોપી હાજર નહી મળી આવનાર પૃથ્વીરાજ દેસુરભાઈ વાળા મેંદરડા વાલમ ચોક
મળી આવેલ મુદામાલ :-મેજીક મોમેન્ટ ગ્રેઇન વોડકા ૭૫૦ એમ.એલ.ની ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી જે એક બોટલની કિ.રૂ. ૬૩૩/- ગણવામાં આવેલકુલ બોટલ નંગ-૪૮ ૩.૩૦,૩૮૪/-મેકડોવેલ્સ નંબર ૦૧ ઓરીઝનલ વ્હિસ્કી ૧૮૦ કુલ ચપટા નંગ-૩૧૪ એમ.એલ.ની ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી જે એક ચપટાની કિ.રૂ. ૧૪૪/- ગણવામાં આવેલ
૩.૪૫,૨૧૭/-રોયલ ચેલેન્જર ક્લાસીક પ્રીમીયમ વ્હિસ્કી ૧૮૦ કુલ ચપટા નંગ-૩૮૪ એમ.એલ.ની ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી જે એક ચપટાની કિ.રૂ. ૧૭૫/- ગણવામાં આવેલ૩.૬૭,૨૦૦/-રોયલ સ્ટગ પ્રીમીયમ વ્હિસ્કી ૧૮૦ એમ.એલ. ની ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી જે એક ચપટાની કિ.રૂ. ૧૭૦/- ગણવામાં આવેલ કુલ ચપટા નંગ-૯૫
આ કામગીરી મેંદરડા પોલીસ સ્ટેશનના I/C PI એસ.એન.સોનારા સા.તથા ASI ડી.બી.પરમાર, HC અરવિંદભાઇ હેરભા, PC કમલેશભાઇ પાથર, PC દિનેશભાઈ ચાવડા.PC દિનેશભાઇ બંધીયા, PC કેતનભાઇ મકવાણા સાથે મળી કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર મહેશ કથિરીયા


