વિસનગર શહેરમાં આઈ.ટી.આઈ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પાંચ સ્થળોએ હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા છે.

મંગળવારે રાત્રે એક ગંભીર ઘટના બની હતી. કપચી ભરેલું ડમ્પર કડા તરફ જઈ રહ્યું હતું. કમાણા ચોકડી પાસે લગાવેલા મજબૂત હાઇટ બેરિયરને ડમ્પરે ટક્કર મારી. આ ટક્કરથી બેરિયરની બંને ઈંગલો ફાઉન્ડેશનમાંથી ઉખડી ગઈ હતી. સરકારી મિલકતને 50 હજારથી વધુનું નુકસાન થયું.
પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ડમ્પર નંબર GJ.08.AU.7442ના ચાલકની પૂછપરછ કરી, ચાલક દારૂના નશામાં હતો. તેની ઓળખ ચૌહાણ ગોવિંદસિંહ અર્જુનસિંહ તરીકે થઈ છે. તે આનંદભાખરી, સતલાસણાનો રહેવાસી છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.