Delhi

ભારત દરિયાઈ યુદ્ધમાં વધુ મજબૂત બનશે

,નવીદિલ્હી
ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના દ્વારા પોખરણ રેન્જમાંથી સ્વદેશી રીતે તૈયાર અને વિકસિત કરાયેલ હેલિકોપ્ટર લોન્ચ સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. લોંગ-રેન્જ બોમ્બ અને સ્માર્ટ એન્ટિ-એરફિલ્ડ વેપન પછી ભારતીય વાયુસેનાના શસ્ત્રોમાં વધુ આધુનિક શસ્ત્રનો ઉમેરો થતા, વાયુદળ વધુ મજબૂત બન્યુ છે. ૮ ડિસેમ્બરના રોજ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની પરિક્ષણ રેન્જમાંથી, હવાથી હવામાં માર કરનાર સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનુ પ્રક્ષેપણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.ભારતે ઓડિશાના બાલાસોરના દરિયાકિનારે લાંબા અંતરની સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડોઝ (જીસ્છઇ્‌) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ હતુ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભારતીય નૌકાદળ માટે શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં આવી રહી છે. આ માહિતી એક અધિકારીએ આપી છે. “પ્રણાલીને ટોર્પિડોઝની પરંપરાગત શ્રેણીની બહાર એન્ટિ-સબ મરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.”સ્માર્ટ ટોરપિડો એ લાઇટ એન્ટિ-સબમરીન ટોરપિડો સિસ્ટમની મિસાઇલ આસિસ્ટેડ રીલીઝ છે. જે એન્ટી-સબમરીન વોરફેર કામગીરી માટે રેન્જની બહાર છે. આ પ્રક્ષેપણ અને પ્રદર્શન એન્ટી-સબમરીન યુદ્ધ ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે નિર્ણાયક છે. ડ્ઢઇડ્ઢન્, ઇઝ્રૈં હૈદરાબાદ, છડ્ઢઇડ્ઢઈ આગ્રા, દ્ગજી્‌ન્ વિશાખાપટ્ટનમ સહિત અનેક ડ્ઢઇર્ડ્ઢં પ્રયોગશાળાઓએ સ્માર્ટ માટે જરૂરી ટેકનોલોજી વિકસાવી છે. આ સિસ્ટમ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત સ્ટેન્ડઓફ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલની સંપૂર્ણ શ્રેણીની ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમને ટોર્પિડોની પરંપરાગત શ્રેણી કરતાં દૂર સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યાં ઇલેક્ટ્રો-ઓપ્ટિક ટેલિમેટ્રી સિસ્ટમ્સ, ડાઉનરેન્જ ઇન્સ્ટ્રૂમેન્ટેશન અને ડાઉનરેન્જ જહાજાે સહિત વિવિધ શ્રેણીના રડાર દ્વારા સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં એક ટોર્પિડો, પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ અને રિલીઝ મિકેનિઝમ હતું. ડીઆરડીઓએ છેલ્લા પરીક્ષણ દરમિયાન કહ્યું હતું કે સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતા સ્થાપિત કરવા માટે આ પ્રદર્શન મહત્વપૂર્ણ છે.

Supersonic-Missile-Assisted-Release-of-Torpedoes-–-SMART-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *