Gujarat

એમસીએક્સ પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો નિકલના ઓપ્શન્સમાં 84 ટનનાં કામકાજ સાથે 105 ટનનો ઓપન ઈન્ટરેસ્ટઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 47 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 89 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 56 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટન, કપાસ, મેન્થા તેલ, રબર, સીપીઓમાં નરમાઈનો માહોલ

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,26,693 સોદાઓમાં કુલ રૂ.10,830.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 47 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 89 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 47,904 સોદાઓમાં રૂ.4,181.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.80.12 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17.29 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,070.94 કરોડનાં કામકાજ થયાં હતાં.  આ ઉપરાંત બિનલોહ ધાતુઓમાં તાંબાના ઓપ્શન્સમાં 2,500 કિલો તથા નવા શરૂ થયેલા નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13.30 કરોડનાં 84 ટનનાં કામકાજ થયાં હતાં. નિકલના ઓપ્શન્સમાં 105 ટનનો ઓપન ઈન્ટરેસ્ટ હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 782 સોદાઓમાં રૂ.62.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 329 સોદાઓમાં રૂ.24.82 કરોડનાં 351 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 365 સોદાઓમાં રૂ.31.56 કરોડનાં 375 લોટ્સના વેપાર થયા હતા. જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 88 સોદામાં રૂ.6.07 કરોડનાં 89 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,880 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 706 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 140 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,150ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,169 અને નીચામાં 14,122ના સ્તરને સ્પર્શી, 47 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 21 પોઈન્ટ ઘટી 14,134ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,822ના સ્તરે ખૂલી, 89 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 16,828ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,448ના સ્તરે ખૂલી, ઊપરમાં 5,495 અને નીચામાં 5,439 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે 56 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 73 પોઈન્ટ ઘટી 5,450ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 32,263 સોદાઓમાં કુલ રૂ.2,258.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,264ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,361 અને નીચામાં રૂ.48,201 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.55 ઘટી રૂ.48,248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.38,563 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.4,800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,413 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,604 અને નીચામાં રૂ.61,250 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.296 ઘટી રૂ.61,286 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.274 ઘટી રૂ.61,582 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.266 ઘટી રૂ.61,586 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 8,694 સોદાઓમાં રૂ.1,611.79 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.215.60 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.278ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.731.35 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.7 ઘટી રૂ.1,544.50 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 35,412 સોદાઓમાં કુલ રૂ.2,503.07 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,370ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,465 અને નીચામાં રૂ.5,369 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.37 ઘટી રૂ.5,401 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.90 ઘટી રૂ.283.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 1,638 સોદાઓમાં રૂ.213.12 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,742ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1742 અને નીચામાં રૂ.1742 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 ઘટી રૂ.1,742 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,998ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,000 અને નીચામાં રૂ.17,860 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 ઘટી રૂ.17,889ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,095.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1099.40 અને નીચામાં રૂ.1089.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.20 ઘટી રૂ.1091.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.40 ઘટી રૂ.948.10 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.110 ઘટી રૂ.31,310 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,243 સોદાઓમાં રૂ.1,214.07 કરોડનાં 2,516.082 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 25,020 સોદાઓમાં કુલ રૂ.1,044.41 કરોડનાં 169.679 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.215.20 કરોડનાં 9,935 ટન, જસતના વાયદાઓમાં રૂ.231.48 કરોડનાં 8,310 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.702.53 કરોડનાં 9,592.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.431.28 કરોડનાં 2,797.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.31.30 કરોડનાં 1,690 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 16,442 સોદાઓમાં રૂ.1,464.97 કરોડનાં 27,07,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,970 સોદાઓમાં રૂ.1,038.10 કરોડનાં 3,61,52,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 532 સોદાઓમાં રૂ.58.07 કરોડનાં 18525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 133 સોદાઓમાં રૂ.5.43 કરોડનાં 56.88 ટન, રબરના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 956 સોદાઓમાં રૂ.149.30 કરોડનાં 13,770 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ ખાતે પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,195.036 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 690.382 ટન, એલ્યુમિનિયમમાં 9,330 ટન, જસત વાયદામાં 11,075 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,390 ટન, નિકલ વાયદામાં 2,725.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,615 ટન, ક્રૂડ તેલમાં 5,87,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,46,57,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 88 ટન, કોટનમાં 140850 ગાંસડી, મેન્થા તેલમાં 347.4 ટન, રબરમાં 82 ટન, સીપીઓમાં 84,310 ટનના સ્તરે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *