Maharashtra

અંકિતાની સંગીત સેરેમનીમાં એકતા કપૂર, શ્રદ્ધા, કંગના સહિત બોલિવુડના દિગ્ગજાે આવ્યા

મુંબઈ
અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે જીવનની નવી સફર શરૂ કરી રહી છે. લગ્ન પહેલા અંકિતા અને વિકીના લગ્નનું દરેક ફંક્શન ખૂબ જ ભવ્ય બન્યું છે, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં એકતા કપૂર પણ પહોંચી હતી. સના મકબૂલે એકતા સાથેનો ફોટો શેર કર્યો છે. શ્રધ્ધા આર્ય પણ મિત્ર અંકિતાના સંગીતમાં પહોંચી હતી. આ દરમિયાન તે અભિનેત્રી દિગંગના સૂર્યવંશી સાથે જાેવા મળી હતી. એજાઝ ખાન ગર્લફ્રેન્ડ પવિત્રા પુનિયા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બંને એકબીજામાં ખોવાયેલા જાેવા મળ્યા હતા. અર્જુન બિજલાની, આસ્થા ગિલ અને સના મકબૂલ સાથે પાર્ટીમાં મસ્તી કરતો જાેવા મળ્યો હતો. આ પાર્ટીમાં સિંગર બાદશાહ પણ સામેલ થયો હતો. આ દરમિયાન તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. દરેક તેના ગીતો પર ઝૂલતા જાેવા મળ્યા હતા.સોમવારે સાંજે અંકિતા લોખંડે અને વિકી જૈનની સંગીત સેરેમની હતી જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. જાે કે, કંગના રનૌતે ફંક્શનની તમામ લાઈમલાઈટ લીધી હતી. કંગના અંકિતાને તેના ખાસ દિવસની શુભેચ્છા આપવા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *