Delhi

ઈન્દ્રાણી મુખર્જીનો સીબીઆઈને પત્ર તેની દિકરી જીવે છે કાશ્મીરમાં છે

નવીદિલ્હી
ઈન્દ્રાણી મુખર્જીએ ૨૦૧૨માં શીના બોરાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ઈન્દ્રાણી શીનાને પોતાની બહેન કહેતી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે શીના બોરા ઈન્દ્રાણીની પ્રથમ પુત્રી હતી જે તેની માતાને મુંબઈમાં ઘર અપાવવા માટે બ્લેકમેલ કરતી હતી. ઈન્દ્રાણી મુખર્જીએ પુત્રી શીના અને પુત્ર મિખાઈલને ત્યજી દીધા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. શીનાને તેની માતા વિશે ત્યારે ખબર પડી જ્યારે તેની મીડિયા એક્ઝિક્યુટિવ પીટર મુખર્જી સાથેની તસવીર એક મેગેઝિનમાં છપાઈ. કથિત રીતે શીના મુંબઈ આવી હતી. તેની માતા ઈન્દ્રાણી શીનાને તેની બહેન કહેતી હતી. પોતાના પતિ પીટર મુખર્જીને પણ આ વાત કહી. પરંતુ ૨૦૧૨માં શીના ગાયબ થઈ ગઈ હતી. બાદમાં રાહુલ મુખર્જીએ (પીટર મુખર્જીની પહેલી પત્નીનો પુત્ર) શીના વિશે જાણવાનો પ્રયાસ કર્યો. રાહુલ અને શીના પ્રેમમાં હતા. રાહુલે બાદમાં કહ્યું કે શીના વિદેશમાં રહેવા માંગતી હતી. ૨૦૧૫માં જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ઈન્દ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને રાયગઢ જિલ્લામાં દાટી દીધો હતો. તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે શીના બોરાના અવશેષો પણ મળી આવ્યા છે. જાેકે ઈન્દ્રાણીએ તે વાતને પણ ફગાવી દીધી હતી. ઈન્દ્રાણીની ધરપકડ બાદ તેના પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ પુત્રીની હત્યામાં મદદ કરવા અને પુરાવાનો નાશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેના પતિ પીટર મુખર્જીની પણ ધરપકડ કરી હતી, જેમને ૨૦૨૦માં જામીન મળ્યા હતા. ટ્રાયલ દરમિયાન જ ઈન્દ્રાણી અને પીટરના છૂટાછેડા થઈ ગયા.પોતાની દીકરી શીના બોરાની હત્યાની દોષી ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈને પત્ર લખીને દાવો કર્યો છે કે તેમની દીકરી જીવે છે અને કાશ્મીરમાં છે. ઈન્દ્રાણીએ લખ્યું કે તેણે જેલમાં એક મહિલાએ કહ્યું કે શીના કાશ્મીરમાં રહે છે. ચર્ચિત શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ એક મોટો દાવો કર્યો છે. ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે તેની દીકરી શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે, ઈન્દ્રાણીએ દાવો ઝ્રમ્ૈં ડાયરેક્ટરને લખેલા પત્રમાં લખ્યો છે. તેણે કહ્યું કે જેલમાં તેની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી અને તેણે કહ્યું કે તેણે કાશ્મીરમાં શીના બોરા સાથે મુલાકાત કરી હતી. ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું કે સીબીઆઈ કાશ્મીરમાં શીના બોરાની શોધ કરે. ઉલ્લેખનીય છે કે શીના બોરાની હત્યા ૨૦૧૨માં થઈ હતી. આ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને મુખ્ય આરોપી બનાવાયા છે. તે ૨૦૧૫થી બાયકુલા જેલમાં બંધ છે અને તેમના જામીનની અરજી પણ કોર્ટે નકારી હતી. હવે ઇન્દ્રાણી ન્યાય માટે સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.શીના બોરા મર્ડર કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની બંદૂક સાથે ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તે અન્ય કેસમાં સામેલ હતો અને તેણે કથિત રીતે એક હત્યાનો સાક્ષી બન્યો હતો.

Shina-Bora-Indrani-mukharjee-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *