અમદાવાદ શહેર અને જિલ્લામાં જીયો કંપનીના ટાવરમાંથી ૫ય્નું મ્મ્ેં કાર્ડ ચોરી થયાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જાેકે કાર્ડ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કાર્ડ કાઢીને જે દેશમાં ૫ય્ નેટવર્ક હજુ સુધી નથી પહોંચ્યું ત્યાં કાર્ડ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. જુહાપુરામાં રહેતા મોહમ્મદકલીમ શેખે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જિયો કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. ૬ નવેમ્બરના રાતે ૨ વાગ્યાની આસપાસ ચાંદખેડાના સુપરવાઇઝરે તમને ફોન કરીને જણાવ્યું હતું કે, વિસત ઝુંડાલ પર આવેલા ટાવર બંધ થઈ ગયું છે. જેથી મોહમ્મદકલીમ શેખ રાત્રે ટાવર પાસે પહોંચ્યા હતા. ટાવરમાં તપાસ કરતા જિયો કંપનીનો ૫ય્નું BBU કાર્ડ ચોરી થયું હતું. આ કાર્ડની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા હતી.કાર્ડ ચોરી થવા મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા દિવસ અગાઉ જ અલગ અલગ જીયોના ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે મૂળ કાશ્મીરના. અને અમદાવાદમાં રહેતા ઉત્તર શર્મા અને બોટાદના વિશાલ ચાવડાની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી પોલીસે ૩ બેઝબેન્ડ યુનિટ કબજે કર્યા હતા.આરોપીઓએ અમદાવાદ જિલ્લા ઉપરાંત શહેરમાં ચાંદખેડા, સાબરમતી, પાલડી, વાસણા, નારોલ, ઘોડાસર, લાંભા સહિત અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.આરોપી ઉત્તમ શર્મા જિયો કંપનીમાં ટાવરનું ઇન્સ્ટોલેશન નું કામ કરતો હતો જેથી તે ટાવરમાં કઈ કઈ વસ્તુઓ કિંમતી હોય તે બાબતથી જાણકાર હતો. ઉત્તમ ક્યા સ્થળ પર મોબાઈલ ટાવર લાગેલા છે, તેના લોકેશન જાણતો હતો માટે રાત્રિના સમયે વિશાલ સાથે મળી ટાવર માંથી BBUની ચોરી કરતો હતો. એક ટાવરમાંથી માત્ર બે મિનિટમાં ફિટ કરેલા મ્મ્ેં ની ચોરી કરતો હતો. BBU ની મૂળ કિંમત રૂ ૩.૫૦ લાખ છે પરંતુ તે આગળ ૧૫ હજાર માં એક મ્મ્ેં નું વેચાણ કરતો.
આરોપીઓ ૫ય્ નેટવર્ક ન હોય ત્યાં કંબોડિયા,વિયેતનામ સહિતના દેશમાં કાર્ડનું વેચાણ કરતા
મોબાઈલ ટાવરમાંથી ચોરી મ્મ્ેં દિલ્હીની એક ગેંગને વેચવામાં આવતા હતા. દિલ્હીની ગેંગ આ BBU દક્ષિણ ઉત્તરના દેશો જ્યાં ૫ય્ નેટવર્ક ન હોય ત્યાં કંબોડિયા,વિયેતનામ સહિતના દેશમાં કાર્ડનું વેચાણ કરતા હતા.આરોપીઓ રાતના સમયે ચોરી કરવા માટે નીકળતા હતા. એક રાતમાં ૪ થી ૫ ચિપ ચોરી કરવાનો ટાર્ગેટ રાખતા. એક રોડ પર જ્યાં ચોરી પૂર્ણ કરી હોય, ત્યાંથી બીજી રાત્રે ચોરીની શરૂઆત કરતા અને એક બાદ એક મોબાઈલ ટાવરની ચિપ ચોરી કરતા હતા.

