Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદમાં ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ‘સરદાર જ્ર ૧૫૦ યુનિટી માર્ચ યોજાઈ

મુખ્યમંત્રીશ્રીએ યુનિટી માર્ચ – પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા – પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારની ‘સરદાર જ્ર ૧૫૦ યુનિટી માર્ચ‘ પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા યોજાઇ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ રાજ્યવ્યાપી યુનિટી મર્ચનો તારીખ ૯ નવેમ્બરે જુનાગઢથી પ્રારંભ કરાવ્યા બાદ વિધાનસભા વિસ્તાર વાઈઝ આ માર્ચના આયોજન અંતર્ગત તેમણે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સોમવારે સવારે યુનિટી માર્ચને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ એકતાના મંત્રને એક ભારત, શ્રેષ્ઠ ભારતથી સાકાર કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી અને આપણા ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી ૩૭૦ દૂર કરીને કટક થી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે.

વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી‘ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ આપી છે. આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી‘ની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતિક છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે, તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, આપણે સૌ સરદાર સાહેબને યાદ કરી, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ એક બની, નેક બની વિકસિત ભારત જ્ર૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.

આ યુનિટી માર્ચમાં જાેડાયેલા સૌએ સ્વદેશી અપનાવવાના અને આર્ત્મનિભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.

અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાયેલી આ ‘યુનિટી માર્ચ‘ થકી સરદાર પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ થશે.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા અને શ્રી નરહરિભાઈ અમીન, મહાનગરના પ્રભારી શ્રી રજનીભાઈ પટેલ, શહેરના ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, બાળ સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સાધુ-સંતો, રાજવી પરિવાર, કોર્પોરેટરશ્રીઓ, પક્ષના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.