રાજકોટ ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખીસ્સામાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી LCB ઝોન-૨.
રાજકોટ શહેર તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ચોરી તથા મોટરસાયકલ ચોરીના બનાવો બનેલ હોય જેથી ચોરીનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ચોરીઓના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના કરેલ. PSI આર.એચ.ઝાલા તથા એલ.સી.બી. ઝોન-૨ તથા રાજકોટ તાલુકા પો.સ્ટે.ના કર્મચારીઓ એલ.સી.બી. ઝોન-૨ વિસ્તારમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલ આઇ.વે. પ્રોજેક્ટ ના કેમેરા તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ના કેમેરા તથા બનાવ સ્થળ વિસ્તારના તથા આજુ-બાજુના વિસ્તારના CCTV ફુટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આર.એચ.ઝાલા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે નાનામવા સયાજી હોટલ મેઇન રોડ પરથી એક ઇસમ તથા બે મહીલાઓ ને ચોરી કરેલ સોનાની બંગડી તથા મોબાઇલ ફોન તથા ઓટો રિક્ષા સહીતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) આરીફ ઉર્ફે ચકકી ફૈઝમંહમંદભાઇ શેખ રહે.ત્રીકોણબાગ ફુટપાથ ઉપર રાજકોટ (૨) કાન્તુબેન પોપટભાઇ વાઘેલા રહે.કાલાવડ રોડ મહીલા કોલેજ ચોક પાસે ખુલ્લા પ્લોટમાં રાજકોટ (૩) તેજલબેન ઉર્ફે બાવલી દીનેશભાઇ સોલંકી રહે.હોસ્પીટલ ચોક બ્રીજ નીચે રાજકોટ. BNS-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ સોનાની બંગડી કી.રૂ.૧,૨૫,૦૦૦ ઓટો રિક્ષા રજિસ્ટર નં.GJ-03-BU-0136 કી.રૂ.૫૦,૦૦૦ કુલ મુદામાલ રૂ.૧,૮૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


