મુંબઈ
શાળા ખુલતાની સાથે જ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા, જેના કારણે વહીવટીતંત્ર ચિંતિત છે. શાળા ખુલતા પહેલા વર્ગખંડોના સેનિટાઈઝેશન સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. પ્રશાસન હવે શાળામાં સામૂહિક કોરોના ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરશે.એક બાજુ કોરોનાના નવા વેરિઅન્ટે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાના નવા કેસ વધતા મુશ્કેલી વધી રહી છે. ધીરે-ધીરે શાળાઓ ખુલતાની સાથે જ મુંબઈની એક શાળામાં એક સાથે ૧૬ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૮ થી ૧૧માં અભ્યાસ કરે છે આરીતે બાળકો કોરોના સંક્રમિત થતા ભારે ચિંતા થાય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. જ્યારે સરકારી વહીવટીતંત્રએ શાળાઓને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બાળકો સુધી પહોંચતા ચેપે ચિંતા વધારી છે. નવી મુંબઈની એક શાળામાં માસ ટેસ્ટિંગ દરમિયાન ૧૬ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૮ થી ૧૧માં અભ્યાસ કરે છે. ૧૮ ડિસેમ્બરે શાળાઓમાં યોજાયેલા માસ ટેસ્ટિંગ દરમિયાન ૬૦૦ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતા થોડા દિવસો પહેલા કતારથી ભારત પરત ફર્યા હતા. સાવચેતી રૂપે, વિદેશથી પરત ફરેલા આ વ્યક્તિ સહિત તેના સમગ્ર પરિવારનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આ વ્યક્તિનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી પોઝિટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ૧૬ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે અને નવી મુંબઈમાં ૧૫ ડિસેમ્બરથી શાળાઓ ફરી ખોલવામાં આવી હતી.
