Gujarat

લાલીયાણા ગામના તળાવ પાસે ઠંડીથી ૩૦ બગલાના મોત

ભુજ
લીલીયાણા ગામના તળાવ કિનારે સંભવિત ઠંડી લાગવાથી બગલાઓના મૃત્યુ થયાની ખબર ગ્રામજનોને પડતા તેમણે સામખીયાળીના જીવદયા પ્રેમી જયસુખ કુબડીયાનું ધ્યાન દોર્યુ હતું. જેમણે સ્થળ પહોંચી બીમાર પક્ષીઓની ખબર લીધી હતી. જાે કે લાલીયાણા ગામના પૂર્વ સરપંચ કિરીટસિંહ જાડેજા પણ અશક્ત બગલાઓને સલામત રીતે પોતાના ઘરે લઈ જઈ પશુ તબીબ પાસે સારવાર કરાવી સંભાળ લઈ રહ્યા છે. અલબત્ત બગલાઓના મોત ઠંડીના કારણે થયા છે કે કેમ તે અંગેની તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તેમજ મૃત્યુના સચોટ કારણ માટે બગલાના મૃતદેહોને એફએસએલ માટે મોકલ્યા હોવાનું ભચાઉ આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું. દરમિયાન ગામના ખેડૂત અગ્રણી જુજારસિંહ જાડેજાએ કહ્યું હતું કે તળાવના કિનારે ૨૫ ફૂટ ઊંચા વડના ઝાડ પર બેઠેલા બગલાઓને રાત્રી દરમિયાન ભારે ઠંડી લાગી હોવાથી એક બાદ એક નીચે પડતા ગયા હોવાની આશંકા છેભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના લાલીયાણા ગામના પાંચાસર તળાવ કિનારે વડના ઝાડ પર બેઠેલા ૪૦ જેટલા બગલાઓ રાત્રીની ભારે ઠંડીના કારણે ઠુઠવાઈ જવા પામ્યા હતા. તેમાં ૩૦ જેટલા બગલાઓના સ્થળ પરજ મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે ૧૦ જેટલા નાજુક સ્થિતિમાં મુકાયેલા પક્ષીઓની ગામના જીવદયાપ્રેમીઓ દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે.

The-death-of-the-heron-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *